સ્માર્ટસિટી રાજકોટમાં 118 ઝુંપડપટ્ટીમાં 45,550 કુટુંબોનો વસવાટ

May 19, 2017 at 4:45 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સ્વખર્ચે તેમજ રાય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેમાં મુખ્યમંત્રી ગૃહ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના વિગેરે આવાસ યોજનાઓ પીપીપી પ્રોજેકટ હેઠળની યોજનાઓ વિગેરેમાં લાયકાત ધરાવતાં ખરા લાભાર્થીઓ શોધવા માટે સોશ્યો ઈકોનોમિક સર્વે હાથ ધરવામાં આવનાર છે. ખરેખર જેમની પાસે ઘરનું ઘર ન હોય તેવા લાભાર્થીઓને ઘરનું ઘર મળે તે માટે એજન્સીને કોન્ટ્રાકટ આપી ડોર ટુ ડોર સર્વે કરાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આ માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્િટટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટને કોન્ટ્રાકટ આપવા મ્યુનિસિપલ કમિશનર દ્રારા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે. રાજકોટમાં ૨૦૧૧–૧૨માં થયેલા સર્વે અનુસાર ૧૧૮ ઝુંપડપટ્ટીઓ આવેલી છે અને તેમાં ૪૫૫૫૦ કુટુંબો વસવાટ કરે છે પરંતુ ઝુંપડામાં રહેતાં લોકોની સંખ્યા વધઘટ થતી હોય પાંચ વર્ષ બાદ હવે ફરી સર્વે કરવામાં આવનાર છે.

વિશેષમાં ઉપરોકત દરખાસ્ત અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરમાં ઝુંપડપટ્ટી વિસ્તારોમાં વસતાં લોકો માટે વિવિધ પ્રકારની આવાસ યોજનાઓ હાથ ધરવાની થાય છે. રાજકોટ મહાપાલિકા દ્રારા ૨૦૧૧–૧૨માં ઝુંપડપટ્ટીના વિસ્તારો માટે ધોરણસરની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત ૧૧૮ સ્લમ વિસ્તારમાં ૪૫૫૫૦ કુટુંબોનો સર્વે કરવામાં આવ્યો હતો. હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વિવિધ આવાસ યોજનાઓનું અમલીકરણ હાથ ધરવામાં આવી રહેલ છે. આ આયાસ યોજનાઓના અમલીકરણ વખતે ધ્યાનમાં આવેલ છે કે સ્લમ વિસ્તારમાં વસતાં લોકોની સંખ્યામાં વધઘટ થતી હોય છે તેથી લાભાર્થીઓની અંતિમ યાદી તૈયાર કરવાની જરૂરિયાત રહે છે. હાલમાં રાજકોટ મહાપાલિકાના આવાસ યોજના વિભાગ પાસે સર્વેની કામગીરી કરવા માટે વ્યવસ્થા નથી. ઉપરોકત વિગતે રાજકોટ મહાપાલિકા દ્રારા સ્લમ વિસ્તારમાં વસતાં કુટુંબોનો સર્વે કરવા માટે સર્વે એજન્સીની નિમણૂક કરવાની જરૂરિયાત રહે છે. આ સર્વે એજન્સી પાસે સ્લમ વિસ્તારમાં વસતાં કુટુંબોનો સોશ્યો ઈકોનોમિક સર્વે યારે યારે યોજનાનો અમલ કરવાનો થાય ત્યારે આ કામ કરાવવાનું રહે જેમાં કુટુંબની સંપૂર્ણ વિગત, તેના ફોટોગ્રાફસ, આધારકાર્ડની વિગત, સ્લમ વિસ્તારનો નકશો બનાવવો વગેરે માહિતીનું સંકલન કરી, હાર્ડકોપી તેમજ સોફટકોપીમાં તેનું સબમીશન કરવાનું રહેશે.

હાઉસિંગ પ્રોજેકટ માટે સોશ્યો ઈકોનોમિક સર્વે કરવા માટે એજન્સી નક્કી કરવા ઈ–ટેન્ડર પ્રસિધ્ધ કરાયા હતા જેમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ નામની એજન્સીનું ટેન્ડર ફાઈનલ થયું હતું અને આ એજન્સીને રૂા.૧૧૬ પ્રતિ કુટુંબદીઠ ચૂકવવાના ભાવ મંજૂર કરી કોન્ટ્રાકટ આપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મુકવામાં આવી છે.છે

print

Comments

comments

VOTING POLL