સ્વચ્છ આજી, રાજકોટ રાજીઃ નદીના શુદ્ધિકરણનો પ્રારંભ

January 11, 2019 at 3:25 pm


રાજકોટ મહાપાલિકામાં વર્ષોથી ચર્ચાતાં આજી નદી શુિÙકરણ પ્રાેજેક્ટનો અંતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના કાર્યકાળમાં સ્વચ્છ રાજકોટ ઝુંબેશ અંતર્ગત પ્રારંભ થયો છે. પ્રથમ તબક્કામાં આજી નદીને શુÙ કરવા માટે નદીની બન્ને બાજુએ 10.5 કિલોમીટર લંબાઈની ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવનાર છે અને તે માટે આજરોજ ટેન્ડર પ્રસિÙ કરી દેવામાં આવ્યા હોવાનંુ જાણવા મળે છે.
વધુમાં મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, આજી નદીમાં જંગલેશ્વર વિસ્તારની શરૂ કરી છેક મોરબી રોડ પર ભગવતીપરાથી આગળ રિ»ગરોડ-1 સુધી 10.5 કિ.મી. લંબાઈની બે વિશાળ ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવનાર છે. આ કામગીરી માટે સૌપ્રથમવાર ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે બે પાર્ટમાં ટેન્ડર પ્રસિÙ કરવામાં આવ્યા હતા જેમાં પાર્ટ-1માં ત્રણ એજન્સીઆે આવી હતી અને તે ત્રણ પૈકી સૌથી આેછા ભાવ આેફર કરનાર એજન્સીએ મુળભુત એસ્ટીમેટ કરતાં 11 ટકા ઉંચા ભાવ આેફર કર્યા હતા અને તે માન્ય રાખી તેને કામ સાેંપવામાં આવ્યું હતું. જ્યારે પાર્ટ-2માં બે એજન્સીઆે આવી હતી અને તેમાં સૌથી આેછા ભાવ આેફર કરનાર એજન્સીએ 49 ટકા આેન સાથેના ભાવ આેફર કર્યા હતા આમ છતાં તેને વાટાઘાટ માટે બોલાવવામાં આવતાં વાટાઘાટના અંતે તેણે એસ્ટીમેટ કરતાં 25 ટકા આેન ભાવ આેફર કર્યા હતા. અંતે તેની આેફરને રિજેક્ટ કરવામાં આવી હતી અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા નિર્ણય લેવાયો હતો. તે નિર્ણય અન્વયે આજે પાર્ટ-2 માટે રિ-ટેન્ડર પ્રસિÙ કરવામાં આવ્યા હતા જેમાં રૂા.8.18 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર લાઈન નાખવાનું ટેન્ડર પ્રસિÙ કરવામાં આવ્યું હતું.
ઈજનેરી સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજી નદી તેમજ રામનાથ મંદિરના વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને શહેરભરની ભૂગર્ભ ગટરોનું ગંદુ પાણી, વાેંકળાનું પાણી તેમજ વરસાદી પાણી આજી નદીમાં ઠલવાય છે તેમજ આજુબાજુમાં આવેલી ઈમિટેશન અને સોના-ચાંદીના દાગીનાની ભઠ્ઠીઆેનું પાણી તેમજ કારખાનાઆેનું પાણી પણ નદીમાં છોડવામાં આવતું હોય નદીનું પાણી પ્રદૂષિત થતું હોવાનું નજરે નિહાળ્યું હતું. ત્યારબાદ નદીને પ્રદૂષિત થતી રોકવા માટે તાત્કાલિક અસરથી કામગીરી કરવા તેમણે આદેશ કર્યો હતો અને તે અંતર્ગત ભૂગર્ભ ગટર લાઈન માટેના ટેન્ડર પ્રસિÙ કરવામાં આવ્યા હતા.
આજી નદી શુિÙકરણ પ્રાેજેક્ટને હવે ‘આજી રિવર રિ-ડેવલપમેન્ટ પ્રાેજેક્ટ’ તરીકે આેળખવામાં આવે છે. પ્રથમવારની ટેન્ડર પ્રક્રિયામાં પણ કામ આપી શકાયું હોત પરંતુ પાર્ટ-1માં 11 ટકા આેનથી કામ થાય અને પાર્ટ-2માં 25 ટકા આેનથી કામ થાય તે તફાવત વધુ જણાતાં રિ-ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL