સ્વાઇનફ્લુ સામે સતત 14 દિવસ ઝઝુમયા બાદ લાઠીના વૃધ્ધનું મોત

February 12, 2019 at 2:24 pm


બે દિવસ બાદ મોતની ઘટના ફરી બની

ભાવનગરમાં બે દિવસ બાદ ગઈકાલે સોમવારે વધુ એક દદ}નું સ્વાઈન ફ્લુની બીમારીથી સર ટી.હોસ્પિટલના બિછાને મોત થયું હતું. શિયાળાની ઠંડીમાં સ્વાઇન્ફ્લુના વાયરસ વધુ તાકાતવર બન્યા હોય એમ દદ}આેની સંખ્યામાં વધારો થઈ રહ્યાે છે.
લાઠી પંથકના 72 વર્ષિય વૃધ્ધને ગત તા.28-1ના રોજ સ્વાઇન ફ્લૂની બિમારીના લક્ષણ જણાતા સારવાર માટે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાનમાં છેલ્લા 14 દિવસથી સારવાર લઇ રહેલા વૃધ્ધાનું સોમવારે સાંજે હોસ્પિટલ બિછાને મૃત્યુ થયું હતું. વધુમાં બે દદ}ના સ્વાઇન ફ્લુ રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ 15 દદ}ને સ્વાઇન ફ્લૂ પોઝિટિવની સારવાર અપાઇ રહી છે. જ્યારે ત્રણ પેસન્ટને શંકાસ્પદ સ્વાઇન ફ્લુ સાથે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. બે દદ}ની તબીયતમાં સુધારો જણાતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL