સ્વાઇન ફલુનો હાહાકાર ભાવનગરમાં બેના મોત

August 12, 2017 at 2:15 pm


બોટાદમાં કટલેરીનો વ્યવસાય ચલાવતા એક આધેડ સ્વાઇન ફલુનો શિકાર બન્યાે તો મહુવાના મહિલા દદ}નો પણ સ્વાઇન ફલુએ જીવ લીધો ઃ બન્નેએ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દમ તોડéાે ઃ આજની િસ્થતીએ સ્વાઇન ફલુના ચાર પોઝીટીવ અને બે શંકાસ્પદ દદ}

સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજયમાં હાહાકાર મચાવનાર સ્વાઇન ફલુની મહામારીએ બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ મજબુત પગ પેસારો કરી દીધો છે. ભાવનગરમાં આ વર્ષે સ્વાઇન ફલુના રોગચાળામાં વધુ બે દદ}ના મોત થતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરમાં અગાઉ બોટાદ પંથકના બે દદ}ના સ્વાઇન ફલુથી મોત નિપજયાની ઘટના તાજી છે ત્યાં ગઇકાલે રાત્રે બોટાદ પંથકના જ વધુ એક ત્રીજા દદ}નુ અને મહુવાના એક મહિલા દદ}નું સ્વાઇન ફલુથી મોત નિપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ સાથે ભાવનગરમાં સ્વાઇન ફલુથી દદ}આેના મોતનો આંક ચાર પર પહાેંચી ગયો છે. સ્વાઇન ફલુના વધતા જતાં કહેરના પગલે તંત્ર પણ દોડતુ થયું છે જ્યારે મુખ્યમંત્રીએ પણ તાકીદે વિડીયો કોન્ફરન્સ બોલાવી છે.
ભાવનગરમાં સારવાર લઇ રહેલ અગાઉ બોટાદ જિલ્લાના ગઢડાના લાખણકાના એક દદ} તેમજ ઢસાના એક દદ}નુ સ્વાઇન ફલુની બીમારીથી અગાઉ મોત નિપજેલુ છે. ત્યાં ગઇકાલે રાત્રે સર તખ્તસિંહજી હોસ્પિટલ બીછાને સ્વાઇન ફલુથી ઘેરાયેલા વધુ એક બોટાદના જ દદ}એ દમ તોડી દીધો હતો. જ્યારે સારવારમાં રહેલ મહુવાના એક મહિલા દદ}નું પણ સ્વાઇન ફલુથી મોત નિપજ્યું છે. સર તખ્તસિંહજી હોસ્પિટલના બિછાને દમ તોડી દેનાર બન્ને દદ}આેને સ્વાઇન ફલુ પોઝીટીવનો રીપોર્ટ આવ્યો હતો. ભાવનગરમાં વધુ બે દદ}ના મોતથી સ્વાઇન ફલુ થયેલ મૃત્યુ આંક ચાર પર પહાેંચી ગયો છે.
સુત્રોથી પ્રાપ્ત વિગત મુજબ બોટાદમાં રહી કટલેરીનો વ્યવસાય ચલાવતા મુિસ્લમ આધેડને બે દિવસ પુર્વે સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જયા ગત રાત્રીનાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઉપરાંત મહુવાની મહિલા દદ}એ પણ અંતિમ શ્વાસ લીધા છે. જ્યારે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં હજુ ત્રણ પુરૂષ દદ}આે સઘન સારવાર તળે રખાયા છે જેનો સ્વાઇન ફલુનો રીપોર્ટ પોઝીટીવ આવેલો છે. જેમાં 62 વર્ષના કમળેજના, 70 વર્ષના ભાવનગરના અને 50 વર્ષના બોટાદના એક-એક પુરૂષ દદ}નો સમાવેશ થાય છે. ગઇકાલે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સ્વાઇન ફલુના લક્ષણોવાળા પાંચ દદ}આે હતા તેઆેના રીપોર્ટ કરાવાતા ત્રણને સ્વાઇન ફલુ પોઝીટીવ આવ્યો છે. આજની િસ્થતીએ ભાવનગરમાં સ્વાઇન ફલુના પોઝીટીવ ચાર કેસ અને શંકાસ્પદ બે કેસ રહેલા છે.

print

Comments

comments

VOTING POLL