હટડી ગામના યુવાને માર મારતા ફરિયાદ

February 11, 2018 at 8:35 pm


તાલુકાના મીરજાપર ગામે પતિએ ઉશ્કેરાઈ જઈને માર મારયાની ઘટના બનવા પામતા સમગ્ર મામલો પાેલીસ દ્વારે પહાેંચ્યો છે. પ્રાપ્ત થતી વિગતાે મુજબ મુંદરાના હટડી ગામે રહેતા માવજી દામજી જોગીની ર0 વર્ષિય પત્ની શીતલ ભુજના મીરજાપરમાં તેની બહેન બનેવીના ઘરે રીસામણે બેઠી છે. ગઈકાલે સાંજે માવજી પત્નીને પરત તેડી જવા આવ્યો હતાે. પરંતુ માવજીની સાળી, સાઢુભાઈએ માવજીને સમાજના પાંચ માણસાેને સાથે લઈ આવવા જણાવ્યું હતું. તેની પત્નીએ પણ આવવા ઈન્કાર કરી દેતાં તે ઉશ્કેરાઈ ગયો હતાે. ગુસ્સામાં તેણે લોખંડની ટામી વડે તેના સાઢુભાઈ મગન દેવજી કોલી પર હુમલો કરી જમણો હાથ ભાંગી નાખ્યો હતાે. તાે પત્ની શીતલ અને મગનની આધેડ માતા સામબાઈને પણ માર માયોૅ હતાે. મારામારી બાદ માવજી નાસી ગયો હતાે. ત્રણેય ઈજાગ્રસ્તાે મોડી રાત્રે ભુજ જી. કે. જનરલ હોિસ્પટલમાં સારવાર લેવા દાખલ થયા હતા. બનાવ અંગે ભુજ એ ડીવીઝન પાેલીસે તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL