હડીયાણામાં કંકાવટી ડેમના પાણી લોકોના ઘરમાં ઘુસી જતાં ઘરવખરી સહિતની ચીજવસ્તુઆે તણાઇ ગઈ

July 17, 2017 at 2:06 pm


ગત શુક્રવારના રોજ સવારથી શરુ થયેલા ભારે વરસાદના કારણે હડીયાણાના ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યાે છે, કંકાવટી ડેમ આેવરફ્લાે થતાં તેના પાટીયા ખોલી નાંખવામાં આવ્યા હતા, જેના કારણે હડીયાણામાં ડેમના પાણી ફરી વળ્યા હતા અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી સહિતની ચીજવસ્તુઆે પાણીમાં પલળી જતાં ભારે મુશ્કેલીનો સામનો ગ્રામજનોને કરવો પડéાે હતો. છેલ્લા ચાર દિવસથી થઇ રહેલી અવિરત મેઘ મહેરથી ધ્રાેલ પંથકમાં મોટા ભાગના ચેકડેમો, તળાવો, નદી-નાળાઆે આેવરફલો થઇ બે કાંઠે વહી રહ્યા છે, કેટલાંક ગામોમાં નદી-તળાવોના પાણી ઘુસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યાે છે, આવી જ િસ્થતિ હડીયાણામાં પણ સજાર્ઇ છે, કંકાવટી ડેમ આેવરફલો થતાં પાટીયા ખોલી નાંખવાની ફરજ પડી હતી, જેના કારણે ડેમના પાણી હડીયાણા ગામના નીચાણવાળા ભાગમાં ઘુસી જવા પામ્યા હતા, આ વિસ્તારોમાં કમ્મરડૂબ પાણી ભરાઇ જવા પામ્યા છે, જેના કારણે અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને ગામના નાના ધંધાથ}આેને વ્યાપક નુકશાની થવા પામી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ હજુ સુધી કોઇ સત્તાવાર અધિકારીઆે ગામની નુકશાની અંગે માહિતી લેવા કે સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા નથી, જેથી લોકોમાં રોષની લાગણી જન્મી છે.

print

Comments

comments

VOTING POLL