હનીપ્રીતના 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરતી પંચકૂલા કોર્ટ

October 4, 2017 at 6:29 pm


રામ રહીમની દત્તક દીકરી હનીપ્રીતને બુધવારે પંચકૂલા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પોલીસ તેની સાથે હનીપ્રીતને મદદ કરનારી મહિલાને પણ લઈને આવી છે. પોલીસ હનીપ્રીતના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે કોર્ટે 6 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. વકીલના જણાવ્યા પ્રમાણે હનીપ્રીતે કોર્ટમાં કહ્યું હતું કે, તે નિર્દોષ છે. સમગ્ર સુનાવણી દરમિયાન હનીપ્રીત કોર્ટમાં હાથ જોડીને ઊભી રહી હતી.

હનીપ્રીત અને તેની સાથે ધરપકડ કરવામાં આવેલી મહિલાને પોલીસ એક વ્હાઈટ કલરની કારમાં લઈને આવી હતી. પોલીસ કાફલામાં 6 ગાડીઓ હતી. તેમાં સૌથી આગળ અને સૌથી પાછળ વાળી ગાડીમાં હરિયાણા પોલીસ કમાન્ડો હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હનીપ્રીત કોર્ટમાં રડી રહી હતી.

print

Comments

comments

VOTING POLL