હનુમાનગઢના પૂર્વસરપચં સહિત બે શખ્સો બાઇકમાં દારૂ સાથે ઝડપાયા

March 13, 2018 at 6:12 pm


હનુમાનગઢગામના પૂર્વસરપચં સહિત બે શખ્સો બાઇકમાં દારૂ સાથે નિકળ્યા ત્યારે એલસીબીએ બાતમીના આધારે પકડી પાડયા હતા.
બનાવની વિગત એવી છે કે, હનુમાનગઢના પૂર્વસરપચં અરજન મેણદં કારાવદરા ઉ.વ. ૪ર અને અશોક ગીગા ઓડેદરા ઉ.વ. ર૪ આ બે શખ્સો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલમાં ૧૦૦૦ રૂપિયાનો પ૦ લીટર દારૂ થેલામાં ભરી રાણાવાવ–જામનગર ટી પોઇન્ટ ઉપર ત્રણ રસ્તેથી નિકળ્યા ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે એલસીબીના કોન્સ. વિપુલભાઇ બોરીચા અને વિજયરાજસિંહ જાડેજાએ બન્નેને પકડી પાડયા હતા. ર૬૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આ બન્ને શખ્સોની પુછપરછ કરવામાં આવતા દારૂનો મુદ્દામાલ તેઓએ હનુમાનગઢના ફાટલનેશમાં રહેતા રાણા કાના રબારી પાસેથી લીધો હોવાની તથા હામદપરાના સરમણ ઉર્ફે ભના ગાંગા મોડેદરાને પુરો પાડવાનો હોવાની કબુલાત કરતા એ બન્ને સામે પણ ગુન્હો નોંધીને પુછપરછ હાથ ધરવામાં આવી છે. શ
અન્ય દરોડા
ઝુરીબાગ શેરી ન.ં ૩માં રહેતા તુસાલ જેન્તી મકવાણાને દારૂ સાથે જયુબેલી પુલ સાથે પકડી લેવાયો હતો. ઝુંડાળા પોરાઇ માતાજીના મંદિર પાસે રહેતા અશોક નારણ બામણીયા અને ગાયત્રી મંદિર સામે ખાડીકાંઠે રહેતા લખન નાનજી સોમાણીને ૩ર૦ના દારૂ સાથે પોરાઇ મંદિર નજીકથી પકડી લેવાયા છે. મોઢવાડાના નાગા લખુ મોઢવાડિયાને દારૂની ૧૦ કોથળી સાથે પકડી પાડવામાં આવ્યો હતો. બેરણના કેશુ ઉર્ફે કેશવ નાથા ઉર્ફે વિરમ ઓડેદરાને દારૂના ૧ર૦ રૂપિયાના એક બાચકા સહિત પકડી લેવાયો હતો. દેવડાના નાથા કારા કોડીયાતરને પણ દારૂ સાથે પકડી લેવાયો હતો જયારે મીંયાણીના વાલબાઇ નાનુભા વાઘેરના ઘરમાંથી આથો મળી આવતા આ મહીલાની સામે પણ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બેફીકરાઇથી બાઇક ચલાવનાર ૧૫ વર્ષના કીશોરની ધરપકડ
પાલિતાણાના ભીલવાડામાં રહેતો ૧પ વર્ષનો સુનીલ રાજેશ વાવડીયા રાણીબાગના ચાર રસ્તેથી બેદરકારીપૂર્વક બાઇક ચલાવતાનિકળ્યો ત્યારે પોલીસે તેને પકડી પાડયો હતો

print

Comments

comments

VOTING POLL