હરસની બિમારીથી કંટાળી જઇને સુભાષનગરના યુવાનનો આપઘાત

February 17, 2017 at 1:48 pm


એક તરફ બિમારીની પીડા અને બીજી તરફ બેસી ન શકતા કામની વ્યથાથી કંટાળી ગયો હતો

માણસ ક્યારેક આિથર્ક પરિિસ્થતીથી કંટાળી જાય છે તો ક્યારેક સંબંધોમાં આવતા ઉતાર-ચડાવથી તણાવ અનુભવતો હોય છે. આ ઉપરાંત સતત રહેતી શારીરિક પીડા પણ માણસને દુઃખી કરી દેતી હોય છે. આવી જ એક ઘટનામાં શહેરના સુભાષનગર પુલ પાસે રહેતા યુવાને જાતેથી કેરોસીન છાંટી અqગ્નસ્નાન કરી લેતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.
સુભાષનગર પુલ પાસે રહેતા અને હીરાનું કામ કરતા દેવીપૂજક યુવાન બૈજુભાઇ નટુભાઇ સોલંકી (ઉ.વ.30)ને હરસ-મસાની બિમારી થઇ હતી. આ બિમારીની પીડા તો હતી જ ઉપરાંત આ રોગને કારણે સરખી રીતે બેસી ન શકતા કામ કરવું પણ મુશ્કેલ બન્યું હતું. આમ, બેવડા દુઃખથી કંટાળીને બૈજુ સોલંકીએ પોતાના ઘરે કેરોસીન છાંટીને અિગ્નસ્નાન કરી લેતાં ગંભીર હાલતે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.

print

Comments

comments

VOTING POLL