હરિયાણા ભાજપ ઉપર કલંક

August 9, 2017 at 9:17 pm


હરિયાણાના આઈએએસ ઓફિસરની દીકરીને તેની કાર રોકીને છેડતી કરવાના કેસમાં મામલો ગંભીર બની રહ્યો છે ત્યારે હરિયાણા ભાજપ્ના પ્રમુખ સુભાષ બરાલા રાજીનામું નહીં આપે તેમ ભાજપ્ની નેતાગીરીએ જાહેર કરી દીધું છે. બરાલાનો દીકરો વિકાસ અને તેનો મિત્ર આશિષ આ કેસમાં સંડોવાયેલા છે અને તેમની સામે પોલીસે કેસ નોંધ્યો છે. ભાજપ પર આ કેસમાં ભીનું સંકેલવાનો આરોપ છે.
ભાજપ્ના હરિયાણા પ્રદેશ પ્રમુખ સુભાષા બરાલાનો (સુ)પુત્ર અને તેમના એક સાગરિતે સાથે મળીને હરિયાણાના એક આઇએએસ અધિકારીની પુત્રીનો મધરાતે કારમાં પીછો કર્યો. તેની કારને ટક્કર મારવાનો અને કદાચ તેનું અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યો. આ કોઇ આમ આદમીની દીકરી ન હતી પરંતુ સત્તાની ગલીકૂંચીઓથી વાકેફ આઇએએસ અધિકારીની દીકરી હતી. તેણે તરત ચાલુ કારે પોલીસને જાણ કરી. પોલીસે આ છોકરીને રંજાડનારા વિકાસ અને તેના સાથીદારને પકડ્યા પણ ખરા. પરંતુ, પછી વિકાસ તો રાજ્યમાં અને દેશમાં પણ સત્તા ધરાવતા પક્ષના પ્રદેશના પ્રમુખનો દીકરો છે એવું જાણ્યા બાદ પોલીસ પણ અસલ રંગમાં આવી ગઇ. વિકાસ સામેના ચાર્જીસ હળવા કરી તેને તત્કાળ જામીન પર છોડી દેવાયો. વાત આટલેથી અટકતી નથી.

હરિયાણાના સીએમ મનહરલાલ ખટ્ટર કહે છે કે પુત્ર સામે આરોપ લાગે એમાં બાપ્નો કોઇ વાંક નથી. પણ, પોલીસ મથકે ભાજપ્ના કાર્યકરો કોની સરભરા કરવા ગયા હતા કે પછી સોશિયલ મીડિયા પર આ છોકરીનાં ચારિત્ર્ય પર આંગળીઓ ઉઠાવવાની સૂચનાઓ હરિયાણા ભાજપ્ના હોદ્દેદારોથી માંડીને ભાજપ સાઇબર સૈનિકોને કોણે આપી તેનો ખુલાસો ખટ્ટર પાસે નથી.
આ છોકરી અડધી રાતે કેમ બહાર હતી અને તે પણ દારૂ પીતી હતી અને તેની કોંગ્રેસના નેતાઓના છોકરાઓ સાથે દોસ્તી છે એ પ્રકારની જાત જાતની કહાનીઓ તેના માટે સોશિયલ મીડિયા પર બહાર પાડવામાં આવી. તેના પિતાને મલાઇદાર પોસ્ટિંગ ના અપાયું હોવાની વાતો પણ જાણે કોઇ ગુપ્ત બાતમી અપાતી હોય તેમ બહાર પડાઇ. સોશિયલ મીડિયા પર પોતાના દ્વારા લેવાયેલા દરેક શ્વાસની વિગતો મૂકતા રાષ્ટ્રીય નેતાઓ આ સમગ્ર કાંડ અંગે શરમજનક ચુપકિદી સેવીને બેઠા છે.

સબ કા સાથ , સબ કા વિકાસ એ ભાજપ્નું સૂત્ર છે. પરંતુ આ સુત્ર વિકાસ એટલે કે ડેવલપમેન્ટ માટે નહીં પણ વિકાસ જેવા તેના પાર્ટીના નેતાઓના નબીરાઓ માટે જ હોય એમ લાગે છે. વિકાસનું કૃત્ય તો ધૃણાસ્પદ છે જ પણ તે પછી ભાજપ્ના નેતાઓએ જે વર્તન દાખવ્યું એ ્વધારે આઘાતજનક છે. ભાજપ વહેલી તકે સુધારાત્મક પગલાં નહીં ભરે તો ભલે એક પછી એક ચૂંટણીઓમાં તેની જીત થાય પરંતુ ચાલ, ચરિત્ર અને ચહેરાની બાબતે તેની પ્રતિષ્ઠાનો પરાજય નક્કી છે.

print

Comments

comments

VOTING POLL