હર્ષદ-ગાંધવીની સવા બે વર્ષની બાળાને હડકાયું કુતરૂ કરડતા જટીલ સર્જરી થઇ

May 16, 2018 at 2:49 pm


પોરબંદરથી 40 કી.મી. દુર આવેલ હર્ષદ-ગાંધ્વીગામની સવા બે વર્ષની બાળાને હડકાયું કુતરૂ કરડતા તેનું આંતરડું બહાર નિકળી ગયું હતું, તેને 108 મારફતે તાત્કાલીક પોરબંદરની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડતા તેનો જીવ બચી ગયો છે અને આંતરડુ પણ યથાવત સ્થળે ફીટ કરવામાં તબીબને સફળતા મળી છે. આ કેસને રેર કેસ માનવામાં આવે છે.
બનાવની વિગત એવી છે કે, હર્ષદ-ગાંધવી ગામે રહેતા અને હેવી મશીન ચલાવતા મેરૂભાઇ કોડીયાતરની સવા બે વર્ષની દિકરી કૃપાલી તેના ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક હડકાયેલું કુતરૂ ત્યાં દોડી આવ્éું હતું અને સીધું જ કૃપાલીના પેટ ઉપર ચોટી ગયું હતું અને જોરદાર બચકું ભરી લેતા આ માસુમ ફºલ જેવી બાળકી નીચે પડી ગઇ હતી અને કરૂણ રૂદન કરવા લાગી હતી. બાળકી બુમાબુમ કરતી હોવાથી તેની માતા ગીતાબેન હાંફળા-ફાંફળા થઇને ઘરની બહાર દોડી આવ્éા હતા અને તેમણે જોયૂં તો હડકાયેલું કુતરૂ માસુમ બાળકીને ચુંથી રહ્યું હતું આથી માતાએ ખુબ જ હીમતપૂર્વક પથ્થર લઇને કુતરા ઉપર ઝીકીને બાળકીને બચાવી લીધી હતી.
ત્યારબાદ તેમણે જોયું તો કૃપાલીના પેટમાંથી આંતરડું બહાર આવી ગયું હતું, ભાગ્યે જ જીવન બચી શકે તેવી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી આ બાળકીને સમયસર પોરબંદર પહાેંચાડવા 108ને ફોન કર્યો હતો તેની સાથાેસાથ અન્ય વાહન મારફતે તેના સબંધીને લઇને પોરબંદર તરફ આવવા નિકળી ગયા હતા. રસ્તામાં જ તેનો કબ્જો 108 લઇ લીધો હતો અને ત્éારબાદ આ બાળકીને પોરબંદરના છાંયા ચોકીથી બિરલા હોલ તરફ જતાં રોડે આવેલી ગ્લોબલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે પહાેંચાડવામાં આવી હતી.
ફરજપરના તબીબ ડો. રામ પરમારે તપાસ કરતા બહાર નિકળેલા આંતરડાને કુદરતી રીતે બેસાડવા માટે જટીલ આેપરેશન કરવું પડે તેવી પરિિસ્થતિ જણાતા તાત્કાલીક સર્જરી હાથ ધરી હતી. બે આંતરડા કાંપીને તેને પુનઃ જોડી દઇને કુદરતી રીતે બેસાડયા હતા. આંતરડામાં પણ કાણુ પડી ગયું હતું તેથી દોઢ કલાકની સર્જરી બાદ આેપરેશન સફળ ગયું હતું અને હડકવાના ઇન્જેકશન સહિતની કામગીરી પણ સંપન્ન થઇ હતી. આ પ્રકારના રેર કેસ આેપરેશનનો શ્રેય ડો. રામ પરમારને જાય છે ત્યારે સગા-સબંધીઆેએ ડોકટર ઉપરાંત 108ની ટીમને પણ બિરદાવી હતી. આ આેપરેશનમાં જાણીતા એનેસ્થેટીક ડો. કમલ મહેતા અને બાળકોના તબીબ ડો. ચિરાગ જાદવ વગેરેનો પણ સહયોગ મળ્યો હતો અને હવે આ બાળકી સંપુર્ણપણે સ્વસ્થ છે. ડોકટર રામ પરમારે જણાવ્éું હતું કે, આ પ્રકારના રેરકેસમાં સફળ સર્જરી થતાં તે અંગેની નાેંધ પણ ઉચ્ચકક્ષાએ લેવાશે.

print

Comments

comments

VOTING POLL