હળવદની પાયલ સેલ્સ એજન્સીમાં ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાઃ 223 કિલો ચોખાનો જથ્થો સીઝ

August 16, 2018 at 12:21 pm


હળવદ શહેરમાં અમુક લેભાગુ તત્વો કિરાણાની દુકાનની આડમાં ગ્રાહકોને અખાÛ ખોરાક પધરાવી રહ્યા હોવાની બુમરાણો પાછલા ઘણા સમયથી ઉઠવા પામી હતી ત્યારે આજે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરના સરા રોડ પર આવેલ પાયલ સેલ્સ એજન્સીમાં દરોડો પાડી તપાસ કરાતા ચોખાના જથ્થો અખાÛ મળી આવતા નમુના લઈ રર3 કિલો ચોખાના જથ્થાને સીઝ કરાઈ દેવાયો છે. જયારે ચોખાના સેમ્પલોને લેબ માટે વડોદરા મોકલી અપાયા છે. જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીના પગલે કિરાણાના વેપારીઆેમાં ભારે દોડધામ મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સરા રોડ પર આવેલ વીરજીવાવ પાસેના કોમ્પ્લેક્ષમાં પાયલ સેલ્સ એજન્સીમાં આજે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ડી.આર.નાંઢાએ દરોડો પાડી તપાસ હાથ ધરતા અખાÛ ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. જેના સેમ્પલો લઈ લેબ માટે વડોદરા ખાતે આવેલ પ્રયોગશાળામાં મોકલી અપાયા છે. જયારે રર3 કિલો ચોખાના જથ્થાને સીઝ કરી દેવાતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી હળવદ શહેરની કિરાણા સ્ટોરમાં અખાÛ વસ્તુઆેનો બેરોકટોક રીતે વેંચાણ થઈ રહ્યું હોવાની બુમરાણો ઉઠવા પામી હતી જેમાં શહેરના કિરાણા સ્ટોરમાં વેચાતા ખોરાકમાં પડેલ જીવજંતુઆે સહિત વાસી થઈ ગયેલ ખોરાક લોકોને પધરાવવામાં આવતો હોવાની રાવ ઉઠવા પામી હતી ત્યારે તંત્ર સફાળું જાગતા શહેરની પાયલ સેલ્સ એજન્સીમાં દરોડો પાડી રર3 કિલો ચોખાના જથ્થાને સીઝ કરી સેમ્પલો લેવાયા છે. આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડી.આર.નાંઢાએ કડક કાર્યવાહી કરતા હળવદ શહેરમાં અખાદ્ય ખોરાકનું વેચાણ કરતા વેપારીઆેમાં ફફડાટ મચી ગયો છે.

print

Comments

comments

VOTING POLL