હળવદ નજીક લોહિયાળ જંગમાં મરણાંક ત્રણ થતાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

July 17, 2017 at 12:05 pm


હળવદમાં ગુવારે સાંજના ધ્રાંગધ્રા મુકામે બેસણામાં જતી વખતે માકેટિંગ યાર્ડ પાસે આવેલ ઠાકર ધણી જગ્યાએ ગોપાલધામ પટાંગણમાં ભરવાડ અને ક્ષત્રિય જુથ વચ્ચે અથડામણ થતાં 1 વ્‌યક્તિનું મોત થયું હતું. જ્યારે સોલડી મુકામે 1નું મોત થયું હતું. કુલ મરણાંક ત્રણ થયો છે. જાણકાર સુત્રોની મળતી માહિતી મુજબ હળવદમાં 3 દિવસ પહેલા ક્ષત્રિય અને ભરવાડ જુથ વચચે હિંસક જૂથ અથડામણ થઈ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વાલાભાઈ નાગજીભાઈ ભરવાડ ઉવ.50 રહે.ચિત્રોડા માથાના ભાગે ઈજા થઈ હતી.જ્યારે ખેતાભાઇ નાગજીભાઈ ભરવાડ ઉવ.55 રહે.ચિત્રોડાવાળાને ગંભીર ઈજા થતાં સૌપ્રથમ હળવદથી મોરબી અને ત્યાંથી રાજકોટ અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન રવિવારે સવારે મોત થયું હતું. મોતના પગલે સિવિલ હોસ્પિટલમાં ભરવાડ સમાજના લોકો ભેગા થયા હતાં અને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. ન્યાય તપાસ માટે માંગણી કરી હતી. સાથે સાથે ગૃહમંત્રી રાજીનામુ આપે તેવી માંગણી કરી હતી. લાશ સ્વીકારવાનો ઈન્કાર કરતા ડીસીપી ગીરીશ પંડયા, એસપી મંજીતા વણજારા અને શાહીબાગ પોલીસ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

જૂથ અથડામણના પકડાયેલા એક ડઝન શખસો 8 દિવસ રિમાન્ડ ઉપર
હળવદમાં ગુવારે સમી સાંજના ઠાકર ધણીના મંદિરના પટાંગણમાં દરબાર અને ભરવાડ સમાજ વચ્ચે જુથ અથડામણમાં 1નું મોત થયું હતું. જે મામલો પોલીસે જામનગરના 12 શખસોની ધરપકડ કરી 8 દિવસના રિમાન્ડ ઉપર મેળવ્યા હતાં.

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા હળવદ જૂથ અથડામણ મામલે તાત્કાલીક કાર્યવાહી કરી ઘટના બનયા બાદ વાઈરલ થયેલા વિડીયો અને કોટેજના આધારે 12 આરોપીઓની ઓળખ મેળવી આરોપીઓ જામનગરના હોવાનું જણાતા જામનગરના એસપી પ્રદિપ સેજુઇળ અને જામનગરના એલસીબીની મદદ લઈ આરોપીની ઓળખ મેળવી ધરપકડ કરી હતી. હળવદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના મુજબ ગોપાલ શેખાવત, મહેન્દ્ર સોઢા, યોગેન્દ્ર પરમાર, વિજય જાડેજા, મયુર સોઢા, કૃષ્ણ ઝાલા, હરિશચંદ્ર ઝાલા, મહેન્દ્ર જેઠવા, મહાવીર જાડેજા, દેવેન્દ્ર જેઠવા, અનિધ્ધ વાઢેર, ભરત જાડેજા સહિતના 12 શખસોની ધરપકડ કરી હતી. આ કામગીરી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન તથા નાયબ પોલીસવડા કે.બી.ઝાલાની રાહબરી હેઠળ મોરબી એલસીબી, એસોજી અને હળવદ પીએસઆઈ આર.એ.ભોજાણી, ભરતસિંહ પરમાર તથા પોલીસ સ્ટાફે કરી હતી. તમામને કોર્ટમાં રજૂ કરાતા 8 દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં.

print

Comments

comments

VOTING POLL