હવાનું પ્રદુષણ ઘટાડવા કવાયત

July 27, 2018 at 9:40 am


થોડા સમય પહેલા રાજધાની દિલ્હીમાં જે રીતે હવા પ્રદુષિત જોવા મળી હતી તેવી સ્થિતિ દેશભરમાં ન થાય એ માટે સરકાર ગંભીર તો બની છે પરંતુ સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં કેટલા કારગત નીવડે છે તે આવનારો સમય જ કહી શકશે સરકાર પ્રદૂષણ ફેલાવતાં લાખો કોમશિર્યલ વ્હીકલ્સ પર પ્રતિબંધના પ્રસ્તાવને ટૂંક સમયમાં મંજૂરી આપે તેવી શક્યતા છે. સરકારે ઘડેલી પોલિસી અનુસાર 20 વર્ષ અને તેનાથી વધુ જૂનાં વાહનોની હેરફેર 2020થી અટકાવી દેવાશે. પ્રદૂષણમાં ઘટાડો કરી નવાં વાહનોની માંગને પ્રાેત્સાહન આપવા સરકાર આ પગલું લેવાની યોજના ધરાવે છે.

હાલમાં વર્ષ 2000 પહેલાં રજિસ્ટર્ડ 7 લાખ કોમશિર્યલ વ્હીકલ્સ અત્યારે રસ્તા પર ચાલી રહ્યાં છે. સ્ક્રેપેજ પોલિસીમાં 2000ની સાલ પહેલાંનાં કોમશિર્યલ વ્હીકલ્સ બદલવામાં આવે તો ઇન્સેન્ટિવ્સ આપવાની પણ દરખાસ્ત છે. વાહન સ્ક્રેપ કરનારા લોકોને ચોક્કસ ઇન્સેન્ટિવ્સ આપવા પર કામ થઈ રહ્યું છે.

જૂના વાહન બદલનાર માટે ત્રણ ઇન્સેન્ટિવ્સની યોજના છે. જેમાં નવું વાહન ખરીદતી વખતેજીએસટીમાં ઘટાડો, સ્ક્રેપનો વાજબી ભાવ અને વાહન ઉત્પાદક તરફથી ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. આ ઇન્સેન્ટિવ્સના કારણે નવા વાહનના ખર્ચમાં સરેરાશ 15 ટકા ઘટાડો થવાની શક્યતા છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે સ્ક્રેપેજ પોલિસીનો પહેલો મુસદ્દાે 2016માં જારી કર્યો હતો. જેમાં 15 વર્ષ જૂનાં કોમશિર્યલ વાહનો પર પ્રતિબંધનો પ્રસ્તાવ હતો. જોકે, ત્યાર પછી પોલિસીનું માળખું તૈયાર કરી રહેલા સચિવોની સમિતિએ 20 વર્ષ જૂનાં વાહનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. રિપ્લેસમેન્ટનો વિકલ્પ પસંદ કરનારા લોકોએ વાહનના દસ્તાવેજ રિસાઇtક્લગ સેન્ટર્સ પર જમા કરાવવાના રહેશે. આ નવી પોલિસીથી લોકોને સંતોષ થાય છે કે કેમ તે પણ મહત્વનું છે.

print

Comments

comments

VOTING POLL