હવામાનમાં એકાએક પલટો : રાજ્યના અનેક સ્થળોએ વરસાદી માહોલ સર્જાયો

October 12, 2017 at 12:23 pm


પશ્ચિમ બંગાળના સાગરમાં સર્જાયેલા અપર એરસરક્યુલેશન સિસ્ટમને પગલે હવામાન વિભાગ તરફથી રાજ્યના કેટલાંક સ્થળોએ ફરી વરસાદ વરસવાની કરવામાં આવેલી આગાહીની વચ્ચે આજે સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાની સાથે ભેજનું પ્રમાણપત્ર વધવા પામતા શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ચોમાસાની મોસમ પૂરી થવા બાબતની કરવામાં આવેલી અગાઉની જાહેરાતની વચ્ચે પશ્ચિમ બંગાળના સાગરમાં સર્જાયેલી અપર એર સરક્યુલેશન સિસ્ટમને પગલે રાજ્યભરમાં અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના દક્ષિણ ગુજરાત, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર અને દિવના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા તા. ૧૨ ઓક્ટોબર ઉપરાંત ૧૩ ઓક્ટોબરના રોજ પણ રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.

દરમિયાન અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવવા પામતા આકાશ વરસાદી વાદળોથી છવાઈ જવા પામ્યું છે. વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને ભેજના વધેલા પ્રમાણને ધ્યાનમાં લેતા વરસાદના ઝાપટા પડવાની શક્યતા જાવાઈ રહી છે.

print

Comments

comments

VOTING POLL