હવે અન્ય વ્યિક્તના એસબીઆઈના ખાતામાં પૈસા જમા નહી કરાવી શકાય

September 10, 2018 at 11:03 am


બેન્ક ખાતામાં વધી રહેલી ગરબડને પગલે ભારતીય સ્ટેટ બેન્કે એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે. હવે કોઈ બીજી વ્યિક્ત કોઈ પણ બેન્ક ખાતામાં રકમ જમા કરાવી શકશે નહી અને જેનું ખાતું હશે તે જ પોતાના ખાતામાં પૈસા જમા કરાવી શકશે.

નોટબંધી દરમિયાન અનેક લોકોના ખાતામાં વધુ પૈસા જમા થવા પર આવકવેરા વિભાગે તેની પાસે આ બાબતે જાણકારી માગી તો મોટાભાગના લોકોનું કહેવું હતું કે તેમને ખબર જ નથી કે તેના ખાતામાં આ રૂપિયા જમા કોણ કરાવી ગયું ! આવકવેરા વિભાગે આ અંગે બેન્કોને એવા નિયમ બનાવવા અનુરોધ કર્યો હતો કે કોઈ વ્યિક્ત પોતાના ખાતામાં જમા પૈસા અંગે પોતાની જવાબદારીથી બચી ન શકે. ટેરર ફન્ડીગ માટે પણ આ વ્યવસ્થા સુવિધાજનક હતી. હવે બેન્કના નવા નિયમથી તેના ઉપર પણ રોક લાગશે. જો કે બેન્કે એવી સગવડ પણ આપી છે કે ખાસ સ્થિતિમાં ખાતાધારકના પરવાનગી પત્ર (આેથોરિટી લેટર) સાથે તેના ખાતામાં કોઈ બીજો વ્યિક્ત પૈસા જમા કરાવી શકશે. આ આેથોરિટી બે પ્રકારની હોઈ શકે છે તેમાં કાં તો પૈસા જમા કરાવનારા ફોર્મ ઉપર ખાતાધારકની સાઈન લેવામાં આવે અથવા ખાતાધારક પાસેથી એક અનુમતિ પત્ર લખાવીને તેના ઉપર તેની સાઈન લઈ લેવામાં આવે. આ ફોર્મને પૈસા જમા કરાવનારા ફોર્મ સાથે જોડવાનું રહેશે.

પહેલાં કોઈ પણ ખાતામાં પૈસા જમા કરાવવા માટે એક ફોર્મ ભરવું પડતું હતું. બેન્કમાં એ ફોર્મ સાથે રોકડ પૈસા કાઉન્ટર ક્લાર્કને આપવામાં આવતા હતાં અને તે સરળતાથી જમા થઈ શકતા હતા. કોઈ પણ વ્યિક્ત કોઈના પણ ખાતામાં પૈસા જમા કરાવી શકતો હતો.

જો કોઈએ બેન્ક ખાતામાં ઈન્ટરનેટ બેન્કીગની સુવિધા લીધી હોય તો તે કોઈ પણ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી શકે છે.

print

Comments

comments

VOTING POLL