હવે આવકવેરો ભર્યાના 15 દિવસની અંદર મળી જશે રિફંડ

August 20, 2018 at 11:21 am


આવકવેરા દાતાઆેને હવે 15 દિવસની અંદર જ રિફંડ મળી જશે. મતલબ કે આવકવેરા રિફંડનું ચૂકવણું ટેક્સ ફાઈલ કર્યા બાદ 15 દિવસની અંદર જ કરી દેવામાં આવશે. પહેલાં ઈન્કમટેક્સ રિફંડ પેમેન્ટમાં સરેરાશ 2થી 3 મહિનાનો સમય લાગતો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)ને આવકવેરા વિભાગને આવકવેરા રિફંડની પ્રક્રિયા ઝડપી બનાવવા કહ્યું છે. ઈન્કમટેક્સ વિભાગના એક ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે જેમણે આવકવેરા રિટર્ન દાખલ કર્યું છે અને ઈ-વેરિફિકેશન થઈ ગયું છે તો એવા ,;કેન ફિહઢ 1-થર 12 દિવસમાં મળી જશે. ઉલ્લેખનીય છે કે જો ટેક્સ કપાઈ ગયો હોય તો ઈન્મકટેક્સ રિટર્ન ફાઈલ કરી રિફંડ ક્લેઈમ કરી શકાશે.

જો ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ ન કર્યું હોય તો કોઈ ક્લેઈમ થઈ શકે નહી. નાણાકીય વર્ષ 2017-18 માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 આેગસ્ટ છે. નિશ્ચિત સમય પર આવકવેરા રિટર્ન ફાઈલ નહી કરવા ઉપર રૂા.5000 પેનલ્ટી ચૂકવવી પડશે.

print

Comments

comments

VOTING POLL