હવે એસયુવી કાર માેંઘી થશે સેસ વધારવા માટેની તૈયારી

August 7, 2017 at 7:51 pm


એસયુવી અથવા લકઝરી સેડાન કાર ખરીદવા ઇચ્છુક લોકોને વહેલીતકે નિર્ણય લેવો પડશે. કારણ કે જીએસટીએ લકઝરી કાર ઉપર સેસને હવે 15 ટકાથી વધારીને 25 ટકા કરવાનાે નિર્ણય કરી લીધો છે. ટૂંકમાં જ આની જાહેરાત કરવામાંઆવશે. અલબત્ત કાઉન્સિલ સેસ વધારવાના નિર્ણયને અમલી કરે છે તાે તે તરત લાગૂ થશે નહીં. આના માટે જીએસટી વળતર કાયદામાં સુધારાની જરૂર પડશે. એસયુવી કાર માેંઘી બનાવવામાં આવનાર છે. જીએસટી કાઉન્સિલની મિટિંગમાં શનિવારે વિવિધ પાસાઆે ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં જીએસટી લોમાં સુધારાને મંજુરી અપાઈ હતી. કારને જીએસટી હેઠળ સાૈથી ઉંચા 28 ટકાના સ્લેબમાં રખાયા છે. અત્રે નાેંધનીય છે કે, જીએસટી કાઉન્સિલની બેઠક આજે મળી હતી જેમાં ધારણા પ્રમાણે જ અતિ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં કેટલાક ટ્રેક્ટર પાર્ટ ઉપર ટેક્સ રેટ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાનાે નિર્ણય કરવામાં આવ્યો હતાે. આ ઉપરાંત તમામ ટેક્સટાઇલ સાથે સંબંધિત ચીજવસ્તુઆે ઉપર જોબ વર્ક પર રેટને 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનાે નિર્ણય લેવામાં આવ્યો હતાે.

નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં તમામ રાજ્યોના પ્રતિનિધિઆે ઉપસ્થિત રહ્યાા હતા. આ બેઠકમાં ઇ-વે બિલને પણ આખરી આેપ આપી દેવામાં આવ્યો હતાે. ઇ-વે બિલ 50000 રૂપિયાથી ઉપરની તમામ ચીજવસ્તુઆેની પૂર્વ નાેંધણીની બાબતને ફરજિયાત કરવામાં આવી છે. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા અરુણ જેટલીએ કહ્યું હતું કે, ઇ-વેની અરજી માટેની તારીખ ટૂંકમાં જ જાહેર કરવામાં આવશે. મુક્તિ આપવામાં આવેલી ચીજવસ્તુઆે ઉપર પણ તે લાગૂ થશે નહીં. જીએસટી હેઠળ વર્ક કોન્ટ્રાક્ટ 12 ટકાના ટેક્સ હેઠળ રહેશે.

print

Comments

comments

VOTING POLL