હવે કંગનાની ફિલ્મ ‘મનિકર્ણિકા’ સામે બ્રાહ્મણ સમાજનો વિરોધ

February 6, 2018 at 10:37 am


પદમાવત ફિલ્મ સામે દેશના અનેક રાયોમાં હિંસક વિરોધ પુરો થયો છે ત્યાં નવી બબાલ પેદા થઈ છે. હવે રાજસ્થાનમાં બ્રાહ્મણોએ ફિલ્મ ‘મણિકર્ણિકા’ સામે જબરો વિરોધ શરૂ કર્યેા છે.
હિરોઈન કંગના રનૌત અભિનિત આ ફિલ્મનું શૂટિંગ બધં કરાવવાની બ્રાહ્મણોએ ધમકી આપી છે. એમનો આરોપ છે કે, ફિલ્મમાં રાણી લમીબાઈનો એક અંગ્રેજ બ્રિટિશ ઓફિસર વચ્ચે રોમાન્સ બતાવવામાં આવ્યો છે.
૨૦૦૮માં ફેબ્રુઆરી માસમાં ત્યારની માયાવતી સરકારે આ પ્રકારની બુક પર પ્રતિબધં લાદી દીધો હતો. રાણી લમીબાઈ બ્રાહ્મણ હતા માટે એમનું આ પિલ્મમાં અપમાન થયું છે તેવો આરોપ નાખીને રાજસ્થાનમાં વિરોધ શરૂ થયો છે.
સર્વ બ્રાહ્મણ મહાસભાના પ્રમુખ સુરેશ મિશ્રાએ એમ કહ્યું છે કે, આ ફિલ્મનું ઘણું શૂટિંગ રાજસ્થાનમાં થયું છે પરંતુ હવે શૂટિંગ થવા દેશું નહીં. રાણી લમીબાઈને અંગ્રેજ ઓફિસર સાથે લવ હતો તેવા સીન ફિલ્મમાં છે.
લંડન રહેતા લેખક જયશ્રી મિશ્રાએ આ મુદા પર એક બુક લખી છે અને તેના પર યુપીમાં પ્રતિબધં પણ મુકાયો હતો. મિશ્રાએ કહ્યું છે કે, જો સરકાર કાયદેસર કાર્યવાહી નહીં કરે તો અમે શૂટિંગ થવા દેશું નહીં અને આંદોલન ચાલશે

print

Comments

comments

VOTING POLL