હવે કરિયાણાની દુકાન પર રેલવે, બસ અને એર ટિકિટ મળશે

May 19, 2017 at 10:35 am


હવે રેલવે બસની કે પછી એર ટિકિટ લેવા માટે લોકોએ દોડધામ નહી કરવી પડે. ટૂંક સમયમાં સરકારી નિયંત્રણવાળી કરિયાણાની દુકાનો પરથી રેલવે બસ અને એર ટિકીટ મળી શકશે.
એટલુ જ નહીં પરંતુ રાશનની દુકાન પરથી જ લોકો પોતાનું વીજળી બીલ, ટેલિફોન બીલ પણ ભરી શકશે અને આ ઉપરાંત પેન્શનરો જીવિત હોવાનું પ્રમાણપત્ર, મોબાઈલ રિચાર્જ જેવી 40 જેટલી સુવિધા કરિયાણા દુકાનો પર ઉપલબ્ધ કરશે અને તે માટે દુકાનના સંચાલકોને કમિશન આપવામાં આવશે.
સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર કેન્દ્ર સરકારનો કોમ્યુનિકેશન અને ઈનફોર્મેશન ટેકનોલોજી વિભાગ ડિઝિટલ લેણદેણ અને કેશલેસ વ્યવહારને પ્રોત્સાહિત કરવા માટે હવે કરિણાની દુકાનપર મોબાઈલ રિચાર્જ, રેલવે, બસ પ્લેનની ટિકીટ જેવી 40 સેવાઓ ઉપલબ્ધ કરશે. કરિયાણાની દુકાનો પર આ સેવાનો લોકો માટે ઘણી ઉપયોગી થશે. ઉપરાંત તો દુકાનદારને 80 ટકા સુધી કમિશન પણ આપવામાં આવશે. જેથી આવા દુકાનદારોના વ્યવસાય ક્ષેત્રમાં વધારો થશે.

print

Comments

comments

VOTING POLL