હવે ક્રેડિટ સ્કોરથી હોમ લોનની ઈએમઆઈ નક્કી કરવા તૈયારી

January 11, 2017 at 7:53 pm


હજુ સુધી ક્રેડિટ સ્કોરથી આ બાબતથી નક્કી થતી રહી છે કે કોઈને લોન મળવામાં કેટલી સુવિધા અથવા તાે પરેશાની થશે અથવા તાે લોન મળશે કે નહીં પરંતુ હવે આમાંથી એ બાબત પણ નક્કી થશે કે કોઈ વ્યક્તિની હોમલોનની ઈએમઆઈ કેટલી રહેશે. હકીકતમાં હવે હોમલોન પર વ્યાજદરને ક્રેડિટ રેટીંગ સાથે લીંક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે. આ પ્રવાહ શરૂ કરવામાં આવ્યા બાદથી હવે ક્રેડિટ સ્કોરથી જ હોમલોનની ઈએમઆઈ નક્કી કરવામાં આવશે. આની શરૂઆત બેંક આેફ બરોડા દ્વારા કરવામાં આવી રહી છે. સાૈથી સસ્તા હોમલોન આપવાની આેફર બેંક આેફ બરોડા દ્વારા જ કરવામાં આવી છે. બેંક આેફ બરોડાએ હોમલોન પર વ્યાજદરને લોન લેનારના ક્રેડિટ સ્કોર સાથે જોડવાનાે નિર્ણય કર્યા છે.

આ હજુ બેંક ક્રેડિટ ઈન્ફોમેૅશન બ્યુરો આેફ ઈન્ડિયાના ક્રેડિટ સ્કોર પર વિશ્વાસ કરશે. આના હેઠળ જે વ્યક્તિના સિવિલ સ્કોર 760 પાેઈન્ટથી વધારે હશે તેને હોમલોન પર માત્ર 8.35 ટકાના દરથી વ્યાજની ચૂકવણી કરવી પડશે. 725થી 759 સુધીના ક્રેડિટ સ્કોર મેળવનાર બેંક આેફ બરોડાના ગ્રાહક હોમ લોન પર 8.35 ટકા જ્યારે 724થી આેછા સ્કોર કરનાર ગ્રાહકને 9.35 ટકાના દરથી વ્યાજ ચૂકવવાની જરૂર પડશે. પ્રથમ વખત લોન લઈ રહ્યાા છે તેમના કોઈ ક્રેડિટ સ્કોર હોતા નથી. તેમને બેંક આેફ બરોડા 8.85 ટકાના દરે હોમ લોન આપશે. ખાસ બાબત એ છે કે બીજી બેંક પણ બેંક આેફ બરોડાની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. નવા વ્યાજદરોના લોનની રકમ અને અવધિ સાથે કોઈ લેવા દેવા નથી. આનાે મતલબ એ થયો કે કોઈ કેટલી પણ અને કેટલા પણ વર્ષ સુધીની હોમલોન લે પરતુ નવા વ્યાજદર ક્રેડિટ સ્કોરના આધાર ઉપર જ લાગુ કરવામાં આવશે. બેંક આેફ બરોડાના 8.35 ટકાના રેટ હાલમાં સાૈથી આેછા છે. બીજી બેંકો જેમ કે બેંક આેફ ઈન્ડિયા અને આઈસીઆઈસીઆઈ જેવી બેંક પણ હોમ લોન પર ક્રમશઃ 8.65 ટકા અને 8.70 ટકાના રેટથી આેફર કરે છે. બેંક આેફ બરોડાના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે માહિતી આપતા કહ્યું છે કે બેંક સારા વ્યાજ દર પર આેફર કરીને સારા રેટીંગવાળા ગ્રાહકોને ફાયદો આપવા ઈચ્છુક છે.

print

Comments

comments

VOTING POLL