હવે ચૂંટણીઓમાં વોટસએપનો દુરુપયોગ નહીં થઈ શકે

August 6, 2018 at 11:14 am


આવનારી ચૂંટણીઓમાં વોટસએપ દ્વારા અપશબ્દથી ભરપૂર રાજકીય નિવેદનબાજી નહીં થવા દેવામાં આવે. કંપ્નીએ સ્પષ્ટ કર્યું છે કે તે ચૂંટણી વેળાએ આ પ્રકારના મેસેજ પ્રસારિત કરનારાના એકાઉન્ટ પર રોક લગાવતાં તેને બ્લોક કરી દેશે. આ અંગે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જાણકારી અપાઈ ચૂકી છે. ભારતની ચિંતાઓને ધ્યાનમાં રાખી વોટસએપે અહીં પોતાનો સ્થાનિક પ્રતિનિધિ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.
સરકાર તરફથી અફવાઓ અને ફેક ન્યુઝને રોકવાના મુદ્દે મોકલાયેલી બીજી નોટિસના જવાબમાં વોટસએપે કહ્યું કે પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ થતો રોકવાની સંભવ કોશિશ કરવામાં આવી રહી છે. કંપ્નીએ કહ્યું કે કણર્ટિક ચૂંટણીમાં આવા અનેક એકાઉન્ટની ઓળખ કરવામાં આવી હતી જેનો વ્યવહાર ગેરવ્યાજબી હતો. આવા તમામ એકાઉન્ટ પર રોક લગાવી દેવામાં આવી હતી. 27 જૂલાઈએ સુચના મંત્રાલયને મોકલેલા પોતાના જવાબમાં વોટસએપ્ના ડાયરેક્ટર એન્ડ એસોસિએટ જનરલ કાઉન્સીલ બ્રાયન હેન્સીએ લખ્યું છે કે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વોટસએપે આ અંગે વાત કરી ચૂક્યું છે.
સુચના મંત્રાલયે પહેલાં 3 જૂલાઈએ વોટસએપ્ને પત્ર લખીને અફવાઓ ફેલાવનારા મેસેજ પર રોક લગાવવા કહ્યું હતું. વોટસએપે ત્યારબાદ પગલાં ઉઠાવ્યા હતા પરંતુ સરકાર સંતુષ્ટ થઈ નહોતી તેથી 19 જૂલાઈએ સરકારે ફરી પત્ર લખીને કડક પગલાં ઉઠાવવા કહ્યું હતું.

print

Comments

comments

VOTING POLL