હવે ટ્રેનો પેપ્સી રાજધાની અને કોક શતાબ્દી તરીકે ઓળખાશે

January 9, 2017 at 10:40 am


એ સમય દૂર નથી યારે તમે કોઈ ‘બ્રાન્ડેડ’ રેલ્વે સ્ટેશન પરથી ‘પેપ્સી રાજધાની’ અને ‘કોક શતાબ્દી’ પકડશો. રેલ્વે ડિપાર્ટમેન્ટે તૈયાર કરેલા પ્લાન મુજબ રેલ્વેના ભાડા વધાર્યા વિના રેવન્યુ વધારવા માટે ટ્રેઈન અને સ્ટેશનનું બ્રાન્ડિંગ કરવાનું નક્કી કયુ છે. આ માટેનો પ્રસ્તાવ તૈયાર થઈ ગયો છે અને તેને આવતા અઠવાડિયે જ રેલ્વે બોર્ડની મંજૂરી મળે તેવી સંભાવના છે. નવી પોલીસી અંતર્ગત કંપની ટ્રેઈનના બ્રાન્ડિંગ માટે મીડિયા રાઈટસ ખરીદી શકશે અને બોગીની અંદર અને બહાર એમ બંને જગ્યાએ તે પોતાનું બ્રાન્ડિંગ કરી શકશે.
રેલ્વેના ટોચના અધિકારીના જણાવ્યા મુજબ, અગાઉ રેલ્વે કંપનીઓને એડવર્ટાઈઝમેન્ટ માટે ટુકડા–ટુકડામાં જગ્યા આપતી હતી પરંતુ હવે સમગ્ર ટ્રેઈન તથા સ્ટેશનના મીડિયા રાઈટસ લાંબાગાળા માટે કોર્પેારેટ પ્લેયર્સને આપી દેવાનું આયોજન ચાલી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક મીટીંગમાં રેલ્વેને એડવર્ટાઈઝિંગ અને અન્ય માધ્યમથી રેવન્યુ વધારવા જણાવ્યું હતું. જો કે આ પ્રકારનું આયોજન યુપીએની સરકાર હતી ત્યારે પણ થઈ ચૂકયું હતું પરંતુ કોઈ કારણસર તેને અમલી બનાવી શકાયું નહતું. વડાપ્રધાન મોદી તેમના ભાષણમાં અવારનવાર કહે છે કે તે બાળપણમાં રેલ્વે પ્લેટફોર્મમાં ચા વેચતા હતા અને તે રેલ્વે સ્ટેશનને આધુનિક થતા જોવા માંગે છે. તેમની ઇચ્છા ભારતીય રેલ્વેને વિશ્વના વિકસિત દેશોને સમકક્ષ બનાવવાની છે. આ કવાયતમાં યાત્રીઓ પર ભારણ ન વધે તે આશયથી હવે સરકાર કોર્પેારેટસ પાસેથી આ રેવન્યુ જનરેટ કરવા માંગે છે. સરકારને આશા છે કે આ કવાયતમાં . ૨૦૦૦ કરોડની રેવન્યુ જનરેટ થશે.
ગત વર્ષે રેલ્વેએ ચાર ટ્રેઈનના બહારના ભાગમાં વિનાઈલ રેપિંગ કરીને એડવર્ટાઈઝમેન્ટ લગાવવાના હકો કોર્પેારેટને વેચીને તેમાંથી . ૮ કરોડની કમાણી કરી હતી. આ ટ્રેઈન્સમાં મુંબઈ રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ રાજધાની, મુંબઈ–અમદાવાદ શતાબ્દી અને અમદાવાદ–મુંબઈ ડબલ ડેકરનો સમાવેશ થાય છે.
એક રેલ્વે અધિકારીની જણાવ્યા મુજબ, આ નવી એડવર્ટાઈઝિંગ પોલીસીઝમાં કંપનીઓને પોતાની રીતે જાહેરાત કરવાની છૂટ મળશે. આ ઉપરાંત સ્ટેશન્સ, પ્લેટફોર્મ અને ઓવરબ્રિજ પર મોટા એલઇડી મૂકવામાં આવશે જેમાં કંપનીની જાહેરાતનું બ્રાન્ડિંગ થઈ શકશે. આ માટે રેલ્વેઝ કોર્પેારેટ અને એડવર્ટાઈઝિંગ ક્ષેત્રના મોટા ખેલાડીઓ તરફ નજર દોડાવી રહી છે. આ ઉપરાંત સ્ટેશનો પર ૨૦૦૦થી વધુ એટીએમ પણ મૂકવામાં આવશે

print

Comments

comments

VOTING POLL