હવે ડીટીએચ કંપ્નીની મનમાની નહીં ચાલે: ગ્રાહકોને પોર્ટેબિલિટીનો લાભ મળશે

August 12, 2017 at 11:34 am


મોબાઈલ ફોનના સીમકાર્ડની જેમ હવે ડીટીએચના ગ્રાહકોને પણ પોર્ટેબિલીટીની સુવિધા પૂરી પાડવાની દિશામાં ટ્રાઈએ પગલાં લેવાનું શ કર્યું છે. ટૂંક સમયમાં જ સેટટોપ બોક્સ બદલ્યા વિના ડીટીએચ સેવા કંપ્ની બદલાવી શકશે. આનાથી બજારમાં પ્રતિસ્પધર્િ વધશે જેથી ગ્રાહક સેવા સ્તરમાં સુધારો આવશે. ખાસ વાત એ છે કે ગ્રાહકોએ આ પોર્ટેબિલિટીનો કોઈ ખર્ચ ઉઠાવવો નહીં પડે. સંભવત: બે મહિનાની અંદર આ સુવિધાનો પ્રારંભ થઈ જશે.
ટ્રાઈએ ઈન્ટર પોર્ટેબિલીટી પર પરામર્શ પત્ર જારી કરતાં સ્પષ્ટ કર્યું છે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમૈટિક્સ (સી-ડોટ)એ આ માટે પરેખા તૈયાર કરી છે. વિવિધ ભાગીદારીઓથી આ પત્ર ઉપર 25 ઓગસ્ટ સુધીના સુચન માગવામાં આવ્યા છે. પત્રમાં કહેવાયું છે કે સેટ ટોપ બોક્સ બદલ્યા વિના ડીટીએચ સેવા કંપ્નીમાં અત્યારે ફેરફાર કરી શકાતો નથી. આ કારણે ગ્રાહકે વિવિધ સ્તરે સમજૂતિ કરવી પડે છે. બોક્સથી બજારમાં કંપ્નીઓ વચ્ચે સ્પધર્િ થતી નથી અને સેવાની ગુણવત્તા સાથે આ ક્ષેત્રમાં કોઈ સુધારો પણ થતો નથી.
ટ્રાઈ એ પ્રક્રિયામાં છે કે બોક્સને બદલ્યા વિના સેવા કંપ્નીને બદલી શકાય જેથી ગ્રાહકને બોક્સ માટે બીજી વખત ખર્ચ કરવો ન પડે. સી-ડોટ ટેકનીકી વિકાસનું કેન્દ્ર છે. તેણે ટ્રાઈ સાથે મળીને આ અંગેનો ઉકેલ કાઢયો છે.
ઉલ્લેખનીય છે કે ગ્રાહકોએ પોર્ટેબિલિટી માટે કોઈ વધારાના પૈસા ચૂકવવા પડશે નહીં. આ સરકારની મેક ઈન ઈન્ડિયા યોજનાનો એક હિસ્સો છે. ટ્રાઈ છેલ્લા અનેક મહિનાથી આના પર કામ કરી રહી હતી અને શુક્રવારે તેણે પરામર્શ પત્ર જારી કર્યો છે.

print

Comments

comments

VOTING POLL