હવે ડુંગળી રડાવે છે

August 7, 2017 at 8:53 pm


ડુંગળીના ભાવ વાસ્તવમાં આંખે પાણી લાવી દે તેવા થઈ રહ્યા છે. એક તરફ ટમેટાના ભાવ આસમાને છે ત્યાં ડુંગળીમાં પણ માેંઘવારી ગંધાવાની શરુ થઇ ગઇ છે. નાસિકના લસલગાંવ જથ્થાબંધ માર્કેટમાં રોજેરોજ ડુંગળીના ભાવ ઉછળી રહ્યા છે. આ વખતે સમગ્ર દક્ષિણ ભારતમાં ડુંગળીના પાકનો ઉતાર સરેરાશ કરતાં 60 ટકા આેછો થવાનો અંદાજ સેવાઇ રહ્યાે છે. તેના કારણે લગભગ આખા દેશ માટે ડુંગળીની ખરીદી એકલાં નાસિકમાં થઇ રહી છે. માલ સામે માંગ વધતાં સ્વાભાવિક રીતે જ વેપારીઆે તેનો લાભ લઇ રહ્યા છે.
હજુ થોડા દિવસો પહેલાં જ મધ્યપ્રદેશમાં ડુંગળીનો જંગી જથ્થો પાણીમાં સડી ગયો હોવાના અહેવાલ આવ્યા હતા. તે પછી મધ્યપ્રદેશ સરકારે પણ નાસિકમાંથી ડુંગળીનો બહુ મોટો જથ્થો હસ્તગત કરી લીધો હોવાના અહેવાલો છે.

હજુ થોડા મહિનાઆે પહેલાં રસ્તા પર ફેંકી દેવાતા ટમેટાં આજે કેટલાંય શહેરોમાં કિલોદીઠ ભાવમાં સેન્ચૂરી નાેંધાવી ચૂક્યા છે અને હવે ડુંગળીમાં પણ ભાવવધારાની બળતરા શરુ થઇ ગઇ છે. દર વર્ષે આમ પણ આેગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં ડુંગળીના ભાવો વધતા જ હોય છે. સવાલ એ છે કે વર્ષોવર્ષ આવું પુનરાવર્તન છતાં પણ સરકારી એજન્સીઆે કેમ છેક સુધી ઉંઘતી રહે છે. ડુંગળીના ભાવો લોકોની આંખોમાં પાણી લાવશે તે પછી સરકાર મોડે મોડે આયાત પર છૂટછાટ જાહેર કરશે. લોકો માેંઘા ભાવની આયાતી ડુંગળી ખાઇ લેશે તે પછી ફરી જથ્થાબંધ બજારોમાં નવો સ્ટોક ઠલવાશે અને આયાતી ડુંગળી બહુ ઠલવાઇ ચૂકી હોવાના બહાને વેપારીઆે ખેડૂતો પાસેથી સાવ સસ્તા ભાવે એ ડુંગળી પડાવી લેશે.
એક તરફ ખેડૂતોને યોગ્ય ભાવ મળે નહી અને બીજી તરફ મધ્યમવર્ગ સહિતના વપરાશકારો ભાવવધારાની ચક્કીમાં પીસાતા રહે એવો તમાશો સંગ્રહ, પરિવહન અને ભાવનિયમનની અસરકારક વ્યવસ્થાના અભાવે વર્ષોથી ચાલ્યા કરે છે. સરકાર પાસે આટલાં વર્ષોના આંકડા અને અન્ય વિગતો છે. તે પછી પણ શા માટે અગમચેતીના પગલાં લઇ અગાઉથી જ આયાત વધારવા પ્રયાસો કેમ નથી કરાતા તે એક સવાલ છે. દરેક રાજકીય પક્ષ વિપક્ષમાં હોય ત્યારે ડુંગળીના ભાવવધારાના પ્રશ્નને ચગાવે છે અને તે જ પક્ષ જ્યારે સત્તામાં હોય ત્યારે ડુંગળીના ભાવો આસમાને પહાેંચે ત્યાં સુધી Kઘતો રહે છે. આવું વર્ષોવર્ષ ચાલ્યા કરે છે અને આટલા સમયમાં પ્રજાના ખિસ્સામાંથી વધારાના નાણાં ખંખેરાઇ જાય છે તેની કોઇ પરવા કરતું નથી. ડુંગળી સહિતની આવશ્યક ચીજવસ્તુઆેના ભાવનિર્ધારણમાં સ્થિરતા તથા ખેડૂતો તથા વપરાશકારો બંનેને ન્યાય મળે એવી સમતોલ બજાર વ્યવસ્થા ગોઠવવાની દિશામાં હજુ આપણે ઘણું કરવાનું બાકી છે. પરંતુ, એવાં પગલાં એવા જ શાસકો લઇ શકે જેઆે નાગરિકોને માત્ર મતદારો તરીકે ના જોતા હોય.

print

Comments

comments

VOTING POLL