હવે ડોકટરોના પ્રિસ્ક્રીપ્શનનું ઓડિટ કરાશે

February 17, 2017 at 11:00 am


હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલમાંથી આપવામાં આવતા દવાના પ્રિસ્ક્રીપ્શનનું ઓડીટ કરવાની યોજના ઘડવામાં આવી છે.
ભારત અને દુનિયાના કેટલાક દેશ એન્ટી બાયોટીકના બીનજરી અને ખોટા ઉપયોગને કારણે હેરાન છે ત્યારે એન્ટીબાયોટીકના બીનજરી અને ખોટા ઉપયોગને રોકવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાર મંત્રી જે.પી.નડ્ડાએ સરકારી હોસ્પિટલોમાંથી મળતા દવાના પ્રિસ્ક્રીપ્શનનું ઓડીટ કરાવવાની યોજના બનાવી છે.
આ અંગે જે.પી.નડ્ડાએ જણાવ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલયે એન્ટીબાયોટીકના ખોટા અને બીનજરી ઉપયોગ પર અંકુશ લગાવવા માટે કેટલાક પગલા ભયર્િ છે અને 22 ફેબ્રુઆરીથી કૃષિ, પશુ પાલન વિભાગ વન અને પયર્વિરણ મંત્રાલય સિવાય સ્વાસ્થ્ય મંત્રાલય આ અભિયાન ચલાવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ સી.કે.મિશ્રાના જણાવ્યા પ્રમાણે ઓડીટની આ વ્યવસ્થા સરકારી હોસ્પિટલો પુરતી જ મયર્દિીત હશે પરંતુ આવનારા સમયમાં ખાનગી ડોકટરોને પણ આ નિયમ લાગુ પડશે. એવામાં માત્ર નફો કમાવવા માટે આવું કામ કરતા ડોકટરો માટે આવનારા સમયમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.

print

Comments

comments

VOTING POLL