હવે દરિયાઈ સરહદે ડ્રાેન (યુએપી)ની બાજ નજર

September 5, 2018 at 9:56 pm


ગૃહમંત્રાલયે દરખાસ્ત મંજુર કર્યાના અહેવાલ ઃ ર019માં આ યુએથી વેસ્ટનૅ કમાન્ડને સાેંપાય તેવી ધારણા

પાકિસ્તાન હવે એમ ન સમજે કે હવે કચ્છની સરહદ રેઢી છે. ભારતના ગૃહ મંત્રાલયે કચ્છની દરિયાઈ સરહદે ડ્રાેન રાખવાનું નક્કી કર્યું છે જે સીરક્રીક અને હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાનના કોઈપણ નાપાક ઈરાદાને ખત્મ કરવા નજર રાખશે. કચ્છની દરિયાઈ સીમાએ આવેલા સીરક્રીક અને હરામીનાળા જેવા વિસ્તારમાં પેટ્રાેલીંગ કરવું દુષ કાર્ય છે. છતાં આપણા બીએસએફના જવાનાે તેમાં કયારેય પાછા પડતા નથી. આ અંગે પશ્ચિમ સીમાના સંવેદનશીલ વિસ્તારો માટે પાંચ માઈક્રાે યુએવી ખરીદવા દરખાસ્તમોકલી હતી. ગૃહમંત્રાલયે આ દરખાસ્ત મંજુર કરી છે. અને ર019ના મધ્યભાગમાં આવા પાંચ યુએવી વેસ્ટનૅ કમાન્ડ હેડકવાર્ટરને સુપ્રત કરશે. દિલ્હીથી મળતા અહેવાલો મુજબ આ યુએવીનું વજન ચાર કિલો ગ્રામથી આેછું હશે અને દસ ડીગ્રીથી શરૂ કરી પપ ડીગ્રી સેલ્સીયસ વિષમ તાપમાનના ભેજ યુકત વરસાદી અને ધુળવાળા વાતાવરણમાં કાર્યરત રહેશે. દિવસે કલર કેમેરા અને રાત્રે થર્મલ ઈમરજન્સીની મદદથી આ યુએવી કોઈપણ પ્રકારની હિલચાલ પર નજર રાખી શકશે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા જે હિલચાલ થઈ રહી છે તેના કારણે પડતી મુશ્કેલી આ ડ્રાેન દ્વારા નિવારાશે.

print

Comments

comments

VOTING POLL