હવે ધોની-ગાંગુલીની નહી વિરાટની કેપ્ટનશિપ યાદ રાખશે લોકો!

January 8, 2019 at 7:51 pm


ભારતીય ટીમ આેસ્ટ્રેલિયન ધરતી ઉપર શ્રેણી જીતનાર પ્રથમ એશિયન ટીમ બની ગઈ છે. આ સફળતા ફક્ત વિરાટ કોહલી માટે જ નહી ભારતીય qક્રકેટ માટે પણ મોટી સફળતા છે. આ જીતે વિદેશી ધરતી કેપ્ટન તરીકે વિરાટનું કદ ઘણું ઉંચુ કરી દીધું છે. કોહલી વર્તમાનમાં સૌથી બેસ્ટ બેટ્સમેન છે અને તેની રન બનાવવાની આવી જ ઝડપ ચાલું રહી તો આગામી કેટલાક વર્ષોમાં qક્રકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર કરતા પણ આગળ નિકળી જશે.
સિડનીમાં બે દિવસ વરસાદ વિધ્નરુપ ન બન્યાે હોત તો વિરાટ ભારતીય qક્રકેટના મહાન કેપ્ટનમાં સામેલ સૌરવ ગાંગુલીને પાછળ રાખીને વિદેશમાં ટીમને જીત અપાવવાના મામલે આગળ નિકળી ગયો હોત. ગાંગુલી અને વિરાટે વિદેશમાં 11-11 મેચમાં જીત મેળવી છે.
આેવરઆેલ જીતમાં મહેન્દ્રસિંહ ધોની કરતા એક જીત પાછળ છે. જોકે કોહલી સુકાની બન્યાે ને હજુ ચાર વર્ષ જ થયા છે. જાન્યુઆરી 2015માં સિડનીના જ મેદાન પર વિરાટે કાયમી કેપ્ટનશિપ સંભાળી હતી. વિરાટની કેપ્ટનશિપ મળી ત્યારે ટીમ ઇન્ડિયા સાતમાં નંબરે હતી અન હવે તે નંબર વન ટીમ છે. વિરાટની સખત મહેનત, દમદાર કેપ્ટનશિપ અને સાથી qક્રકેટર પર વિશ્વાસના કારણે આ સંભવ બન્યું છે.
કોહલીનો વિરાટ રેકોર્ડ – વિરાટ કોહલી અત્યાર સુધી 46 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. જેમાં 26 વખત ટીમનો વિજય થયો છે. 10 માં પરાજય અને 10 ટેસ્ટ ડ્રાે રહી છે. કોહલીની જીતની ટકાવારી 56.52 છે. જે એક ભારતીય રેકોર્ડ છે. જો જીતની વાત કરવામાં આવે તો તે ધોની (27 જીત, 60 મેચ) કરતા ફક્ત એક મેચ પાછળ છે. વિરાટ કોહલી અત્યાર સુધી 216 વન-ડે રમ્યો છે. જેમાં 2013માં પ્રથમ વખત કેપ્ટનશિપ કરી હતી. અત્યાર સુધી 57 મેચમાં ટીમને લીડ કરી છે.
જેમાં 42માં જીત મળી છે અને 13માં પરાજય થયો છે. એક મેચ ટાઇ રહી છે. એક અનિણિર્ત રહી હતી. ટી-20માં 20 મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં 12માં જીત મળી છે. 7 માં પરાજય અને એક મેચ અનિણિર્ત રહી છે.
બેટ્સમેન વિરાટ – વિરાટ કોહલીએ 77 ટેસ્ટમાં 53.76ની એવરેજથી 6613 રન (25 સદી) બનાવ્યા છે. 216 વન-ડેમાં 59.83ની એવરેજથી 10232 રન છે. જેમાં 38 સદી સામેલ છે. ટી-20 qક્રકેટમાં 65 મેચમાં 49.25ની એવરેજથી 2167 રન બનાવ્યા છે.
સદીનો નવો બાદશાહ – આંતરરાષ્ટ્રીય qક્રકેટમાં વિરાટના નામે 63 સદી છે. સદીના મામલે સચિન તેંડુલકર સિવાય રિકી પોન્ટિંગ (71) જ તેના કરતા આગળ છે. પોતાની બેટિંગના કારણે આધુનિક qક્રકેટનો ડોન બ્રેડમેન બની ગયેલો કોહલી પોન્ટિંગને આગામી થોડાક મહિનામાં પછાડી નંબર-2 ઉપર પહાેંચી જશે. આ પછી સચિનની 100 સદીનો રેકોર્ડ પડકાર રહેશે. હાલ qક્રકેટમાં સqક્રય ખેલાડીમાં હાશિમ અમલા 54 સદી સાથે વિરાટની પાછળ છે.

print

Comments

comments

VOTING POLL