હવે પાઈપલાઈનથી મળતાં ગેસ ઉપર પણ મળશે સબસીડી

July 16, 2018 at 11:24 am


સરકાર એલપીજી સિલિન્ડરની જેમ જ પાઈપ નેચરલ ગેસ (પીએનજી) ઉપર પણ સબસીડી આપવાની તૈયારી કરી રહી છે. નીતિપંચે જણાવ્યું કે તે પીએનજી ગ્રાહકોને પણ સબસીડીનો લાભ ઉપલબ્ધ કરાવવા માગે છે.
નીતિપંચના ઉપાધ્યક્ષ રાજીવકુમારે કહ્યું કે તેઓ એલપીજી સબસીડીની જગ્યાએ રસોઈ ગેસ સબસીડીના પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. તેનો હેતુ ભોજન પકાવવા માટે પાઈપ દ્વારા ઘરમાં પહોંચાડાતો પ્રાકૃતિક ગેસ અને જૈવ-ઈંધણનો ઉપયોગ કરનારાને પણ લાભ ઉપલબ્ધ કરાવવાનો છે. સબસીડી એ તમામ ઈંધણ પર મળવી જોઈએ જેનો ઉપયોગ ભોજન પકાવવા માટે કરવામાં આવે છે.
અત્યારે પેટ્રોલિયમ ગેસ (એલપીજી)નો ઉપયોગ કરનારાને જ સબસીડી મળે છે. કુમારે કહ્યું કે નીતિ પંચ રસોઈ ગેસ સબસીડીના પ્રસ્તાવને ટૂંક સમયમાં અમલી બનાવવા વિચારણા કરી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL