હવે પીએફમાંથી લગ્ન, ઘર અને બીમારી માટે પૈસા ઉપાડી શકાશે

July 11, 2018 at 11:41 am


પગારદારોના ભંડોળની જાળવણી કરનાર સરકારી સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ પીએફના પૈસા ઉપાડવાના અંગેના નિયમોમાં કેટલાક ફેરફારો કયર્િ છે. આ નિયમ હેઠળ જો કોઇ પીએફ ખાતાધારક એક મહિના સુધી બેરોજગાર રહે છે તો તે અરજી કરીને ઇપીએફઓમાંથી 75 ટકા સુધી પૈસા ઉપાડી શકે છે. એ પછી પણ નોકરી ન મળે તો બાકી પૈસા પણ બે મહિના પછી ઉપાડી શકાય છે અને ખાતું બંધ કરી શકે છે.
આ ઉપરાંત ઇપીએફઓએ ખાતાધારકોને અન્ય અવસરોએ પર પણ પૈસા કાઢવાની સવલત આપી છે. નવા નિયમ મુજબ પોતાના અથવા બાળકીના લગ્ન, ઘર ખરીદના, બીમારીની સારવાર અને બાળકોના શિક્ષણ માટે પીએફની રકમ ઉપાડી શકાય છે. લગ્ન માટે પૈસા કાઢવા માટે ઇપીએફઓએ શરત મુકી છે કે ખાતું ઓછામાં ઓછુ સાત વર્ષ જુનું હોવું જોઇએ. તમે પોતાના કે પરિવારમાં પુત્ર, પુત્રી, બહેન, ભાઇ અથવા અન્યો માટે 50 ટકા સુધી પૈસા ઉપાડી શકો છો.
બાળકોના ભણતર માટે પણ પૈસા ઉપાડી શકાય છે, પરંતુ તે માટે તમે સાત વર્ષ જુના ખાતાધાર હોવા જોઇએ. તમે 10માં ધોરણ બાદ બાળકોના ભણતર માટે 50 ટકા સુધી પૈસા ઉપાડી શકો છો. પૈસા ઉપાડતી વેળાએ 10માંની પરીક્ષા અને વધુ ભણતર સંબધિત વિગત આપવાની રહેશે.
પોતાના અથવા પરિવારના સભ્યોની બીમારીની સારવાર માટે પણ પીએફમાંથી પૈસા ઉપાડી શકાય છે. નવા નિયમ મુજબ, કર્મચારી છ મહિનાની બેઝિક સેલેરી અને ડીએ ઉપાડી શકે છે. આ સવલત નવા અને જૂના એમ બન્ને સભ્યો માટે ઉપલબ્ધ છે. પૈસા ઉપાડવા માટે કંપ્ની અને ડોક્ટર બન્નેના હસ્તાક્ષર જરૂરી રહેશે. ઇપીએફઓના ખાતાધારક ઘર અને ફ્લેટ્સ માટે પણ પૈસા ઉપાડી શકે છે. આ જરૂરી છે કે તમારું ખાતું પાંચ વર્ષ જુનું હોવું જોઇએ.
નવા નિયમ મુજબ જમીન ખરીદવા માટે ડીએ અને બે વર્ષનું મૂળ વેતન તો ઘર અથવા ફ્લેટ્સ માટે ડીએ અને ત્રણ વર્ષનું મૂળ વેતન ઉપાડી શકાય છે. જોકે માત્ર એક જ વખત આ સવલતનો લાભ ઉઠાવી શકાય છે. આ ઉપરાંત કર્મચારી 54 વર્ષની વય પછી અને નિવૃત્ત અગાઉ 90 ટકા સુધી પીએફની રકમ ઉપાડી શકે છે.

print

Comments

comments

VOTING POLL