હવે પેટ્રોલ-ડીઝલ પણ ચાઇનીઝ!

March 18, 2017 at 10:46 am


ઓઈલ મેળવવા માટે અખાતી દેશો તથા અન્ય ગણતરીના દેશો પરનું અવલંબન ઘટાડવાની યોજનામાં આગળ વધી રહેલું ભારત તેના ઓઈલ મેળવવાના સ્રોતોમાં પરિવર્તન કરવા જઈ રહ્યું છે. આ યોજના અંતર્ગત સૌથી વધુ ઓઈલના વપરાશના મામલે વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવતા ભારતે સૌ પ્રથમવાર ચીનમાંથી પેટ્રોલ અને ડીઝલની આયાત કરી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય ઓઈલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં ભારતે 18,000 ટન પેટ્રોલ અને 39,000 ટન ડીઝલની આયાત કરી છે. પેટ્રોલ અને ડીઝલ માટે ભારત મુખ્યત્વે સિંગાપોર અને યુએઈ પર આધાર રાખે છે. પ્રધાને જણાવ્યું હતું કે સ્થાનિક વપરાશ કરતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલનું એકંદર ઉત્પાદન વધારે હોવા છતાં કેટલીક ચોક્કસ જરૂરિયાતોને પગલે પેટ્રોલ અને ડીઝલની આયાત કરવી પડે છે. છેલ્લાં ચાર વર્ષમાં ભારતે ચીનમાંથી પેટ્રોલ અને ડીઝલની આયાત કરી નહોતી. એપ્રિલ-ડિસેમ્બર, 2016 દરમિયાન ભારતે 2.71 કરોડ ટન પેટ્રોલનું ઉત્પાદન કર્યું હતું જ્યારે તેની સામે દેશમાં પેટ્રોલનો કુલ વપરાશ 1.79 કરોડ ટન નોંધાયો હતો. ડીઝલનું ઉત્પાદન 7.66 કરોડ ટન નોંધાયું હતું જ્યારે તેની સામે વપરાશ 5.72 કરોડ ટન રહેવા પામ્યો હતો.

print

Comments

comments

VOTING POLL