હવે પેટ્રોલ પંપ ઉપરથી સસ્તા ભાવે એલઈડી બલ્બ, ટયુબલાઈટ અને પંખા મળશે

May 19, 2017 at 10:42 am


ટૂંક સમયમાં લોકો પેટ્રોલ પંપ ઉપરથી ઉર્જા કુશલ એલઈડી બલ્બ, ટયુબલાઈટ અને છતના પંખા અત્યંત સસ્તા ભાવે ખરીદી શકશે. ગ્રાહકોને આ જગ્યાએથી 65 પિયામાં એલઈડી, 230 પિયામાં ટયુબલાઈટ અને 1150 પિયામાં છતના પંખા મળશે.
ત્રણ સરકારી પેટ્રોલિયમ કંપ્નીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને ભારત પેટ્રોલિયમ આ ઉપકરણો સરકારી કંપ્ની એનર્જી એફીશીયન્સી સર્વિસીઝ લિમિટેડ (ઈઈએસએલ)થી આઉટસોર્સ કરશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ઉપકરણોના વેચાણ માટે આ કંપ્નીઓ અને ઈઈએસએલ વચ્ચે ગઈકાલે એક કરાર થવાનો હતો પરંતુ પયર્વિરણ મંત્રી અનિલ દવેના નિધનને કારણે કરાર થઈ શક્યો નહોતો. હવે નવી તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. કરારના એક મહિના બાદ પેટ્રોલપંપ ઉપર આ ઉત્પાદન ઉપલબ્ધ થઈ જશે.
આમ તો આ કંપ્નીઓના દેશભરમાં 53000થી વધુ પેટ્રોલપંપ છે પરંતુ હાલ એ નક્કી નથી થયું કે આ ઉપકરણો કંપ્નીઓના તમામ પેટ્રોલપંપ ઉપર ઉપલબ્ધ થશે કે નહીં.

print

Comments

comments

VOTING POLL