હવે પ્રિયા પ્રકાશ વરિયરનો ‘કિસિંગ સીન’ થયો વાઈરલ

February 8, 2019 at 2:38 pm


પોતાની પ્રથમ ફિલ્મમાં ‘આંખ મારવાના’ દૃશ્યને કારણે રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની જનારી પ્રિયા પ્રકાશ વરિયર ફરીથી સમાચારોમાં ચમકી છે. એક આંખ મારીને લાખો લોકોનાં હૃદયનાં ધબકારા વધારી દેનારી પ્રિયા આ વખતે તેની ફિલ્મના એક લીક થયેલા દૃશ્યને કારણે ચર્ચામાં આવી છે. ઈન્ટરનેટ પર લીક થયેલા આ વીડિયોમાં પ્રિયા અને તેનો કો-સ્ટાર રોશન અબ્દુલ રઉફ ‘લીપ-લોક’ કરતા જોવા મળી રહ્યા છે. પ્રિયા-રોશનના આ ‘લીપ-લોક’ દૃશ્યના વાઈરલ વીડિયોને અત્યાર સુધી 85 મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે અને હવે તે પ્રિયા પ્રકાશના આંખ મારવાના વીડિયોનો પણ રેકોર્ડ બ્રેક કરવા જઈ રહ્યાે છે. આ ક્લીપ બંનેની પ્રથમ મલયાલમ ફિલ્મ ‘આેરુ અદાર લવ’ની જ છે, જે આ વેલેન્ટાઈન ડે (14 ફેબ્રુઆરી, 2019)ના રોજ રીલીઝ થવાની છે. આ દૃશ્યમાં પણ બંને એ જ સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે જે તેમણે ‘આંખ મારવાના’ દૃશ્યમાં પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પ્રિયા પ્રકાશની પ્રથમ અને ડેબ્યુલ મલયાલમ ફિલ્મ ‘આેરુ અદાર લવ’ની એક નાનકડી ક્લીપ વાઈરલ થઈ હતી. આ િક્લપ ફિલ્મના ‘મનિક્યા મલારયા પૂવી’ ગીતની હતી, જેમાં તેની ‘આંખ મારવા’ની અદાએ દેશ-વિદેશમાં લાખો-કરોડો યુવાન હૈયાઆેને ડોલાવી નાખ્યા હતા. ‘આેરુ અદાર લવ’ એ આેમાર લાલુની એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મ છે. જેમાં પ્રિયા પ્રકાશ વરિયર, સૈયદ શાહજહાં, રોશન અબ્દુલ રઉફ અને નીરીન શરીફ મુખ્ય ભૂમિકામાં છે.

print

Comments

comments

VOTING POLL