હવે બ્યુટિક્વીન એશ મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવશે

July 27, 2018 at 6:40 pm


બાેલિવુૃડની બ્યુટીક્વીન એશવર્યા રાય બચ્ચન હવે પ્રાદેશિક ફિલ્મોમાં એન્ટ્રી કરવાની યોજના ધરાવે છે. આના માટે તેના દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. તે મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવવા વિચારી રહી છે. મરાઠી ફિલ્મને નિહાળનાર વગૅ વધારે હોવાથી એશ પણ તૈયારી કરી રહી છે. તેની ફન્ને ખાન ફિલ્મને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહેલી એશ છેલ્લે કરણ જોહરની ફિલ્મ યે દિલ હે મુશ્કેલમાં નજરે પડી હતી. જેમાં રણબીર કપુરની સાથે તેની જોરદાર કેમિસ્ટ્રી રહી હતી. હવે તે નવી ફિલ્મની પટકથા પર અભ્યાસ કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અભિષેક બચ્ચનની સાથે એશને લઇને ફિલ્મ બનાવવાની તૈયારી પણ હાથ ધરાઇ છે. જો કે આને હજુ સુધી સમર્થન મળ્યુ નથી. તેનુ કહેવુ છે કે તે ચોક્કસપણે મરાઠી ફિલ્મમાં કામ કરવા માંગે છે. રિતિક રોશન અને શાહરૂખ ખાનને પણ આ ફિલ્મના ભાગરૂપે અગાઉ બાેલાવવામાં આવ્યા હતા. ઐશ્વર્યા રાય બચ્ચનનાે જન્મ 1લી નવેમ્બર 1973ના દિવસે મંગલોર (કણાૅટક)માં થયો હતાે. ઐશ્વર્યા સાૈથી પહેલાં બેંગ્લોર અને ત્યારબાદ મુંબઈમાં ઊછરી હતી. 13થી 14 વર્ષની વયથી જ તેની ખૂબસુરતીની નાેંધ લેવાની શરૂઆત થઈ ગઈ હતી. ભણવામાં તે ખૂબ જ હોશિયાર હતી. ઐશ્વર્યા રાય બચ્ચન મૂળભૂત રીતે તબીબ બનવા ઇચ્છતી હતી પરંતુ સ્કૂલ આેફ આકીૅટેક્ચરમાં પ્રવેશ એશ્વર્યાને પહેલા મળી ગયો હતાે. બાળપણથી જ પાેતાની માતાની સાથે દરિયા કિનારે ફરવા અને મંદિરમાં જવાનું ઐશ્વર્યાને ખૂબ જ પસંદ છે. ઐશ્વર્યાની ખૂબસુરતીના કારણે તેને મોટી સફળતાઆે મળશે તે બાબતની નાેંધ ફોટોગ્રાફરનાે શોખ ધરાવતા પ્રાેફેસરે લીધી હતી. એશ બાેલિવુડની સાૈથી કુશળ અભિનેત્રીઆે પૈકી એક તરીકે ઉભરી ચુકી છે.

print

Comments

comments

VOTING POLL