હવે રાજધાની-શતાબ્દીની જગ્યાએ હાઈસ્પીડ ટ્રેન દોડશે

February 2, 2018 at 11:19 am


નાણામંત્રી અરૂણ જેટલીએ સામાન્ય બજેટ 2018-19થી દેશમાં હાઈસ્પીડ ટ્રેનોનો પાયો મુકી દીધો છે. અતિ આધુનિક સુવિધાઆેથી સજ્જ એલએચબી અને એલ્યુમીનિયમ કોચથી તૈયાર ટ્રેન સેટ હાલની શતાબ્દી એક્સપ્રેસ અને રાજધાની એક્સપ્રેસના સ્થાને દોડાવવામાં આવશે.
તેમણે ભારતીય રેલવના સંપૂર્ણ નેટવર્કને બ્રાેડગેજ બનાવવાનું એલાન કર્યું છે. દેશમાં હવે હાઈસ્પીડ ટ્રેનોના યુગની શરૂઆત થવા જઈ રહી છે. જેટલીએ ટ્રેનની રãતાર વધારવા ઉપરાંત રેલ યાત્રીકોની સુરક્ષા માટે તમામ ટ્રેનો અને સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાત કરી છે. સુવિધાઆેમાં વધારો કરતાં સમસ્ત ટ્રેનોમાં વાઈફાઈ, સ્કેલેટર, 600 રેલવે સ્ટેશનોનો પુર્નવિકાસ, આેનલાઈન ટિકીટિંગનો વિસ્તાર કરવામાં આવશે.
જેટલીએ સામાન્ય બજેટ 2018-19માં રેલવેની વાર્ષિક યોજના માટે એક લાખ 48 હજાર 528 રૂપિયાની જોગવાઈ કરી છે. તેનો મોટો હિસ્સો રેલવેના પાયાગત માળખાને મજબૂત બનાવવા પર ખર્ચ કરવામાં આવશે. રેલવે જૂન 2018માં ટ્રેન સેટ 18 ટ્રેક પર ઉતારી દેશે. જ્યારે રાજધાનીની જગ્યાએ ટ્રેન સેટ 20 બે વર્ષની અંદર દોડવા લાગશે. જેટલીએ કહ્યું કે સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાની શરૂઆત કરી ચૂક્યા છે. હાઈસ્પીડ ટ્રેન પરિચાલન માટે ગુજરાતના વડોદરામાં તાલીમ સંસ્થાન બનાવવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL