હવે લોકો મોબાઈલ એપથી આરટીઆઈ અરજી કરી શકશે

March 18, 2017 at 11:05 am


માહિતીના અધિકાર કાયદા એટલે કે આરટીઆઈ હેઠળ લોકો માટે જાણકારી મેળવવી હવે વધુ સરળ બની જશે. કેન્દ્રના મંત્રાલયો દ્વારા આરટીઆઈ મોબાઈલ એપ તૈયાર થઈ રહી છે અને હવે આ એપથી પણ સીધા મોબાઈલ ફોનમાંથી આરટીઆઈ અરજી દાખલ કરી શકાશે અને તેનો જવાબ પણ આ મોબાઈલ એપ પર મળી જશે અને તેની ફી પણ તેના દ્વારા જ ચૂકવી શકાશે.
પર્સોનેલ ખાતાના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે આ માહિતી પત્રકારોને આપી છે અને એમ કહ્યું કે આ એપ વિકસીત કરવાનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને લોન્ચ કરવામાં આવશે. આ એપથી લોકોને ઓનલાઈન આરટીઆઈ અરજી કરવાની આઝાદી મળશે. આરટીઆઈની અરજીનો જવાબ આપવામાં કોઈ દાંડાઈ પણ કરી શકાશે નહીં કારણ કે એ જ એપ થકી જવાબ આપવાનો છે અને અરજદારને આ એપ પર જવાબ ન મળે તો તે બીજી વાર પણ રિમાઈન્ડર આપી શકશે અને તે બધુ રેકર્ડમાં રહેશે માટે માહિતી આપવામાં દાંડાઈ કરનારા લોકો પણ રજિસ્ટર થઈ જશે અને એમની સામે પગલા પણ ભરવા માટેનો માર્ગ ખુલ્લો રહેશે કારણ કે રેકોર્ડ થયેલા દસ્તાવેજી પૂરાવા તરીકે તેને ગણી શકાશે. આમ યુપીએ સરકારે આપેલી આ ભેટને મોદી સરકાર વધુ નહોર આપી રહી છે અને લોકોને મોબાઈલ એપથી જ આરટીઆઈ અરજી કરવાની ટૂંક સમયમાં સુવિધા મળી જશે.

print

Comments

comments

VOTING POLL