હવે વિશ્વાસનો પડકાર

July 23, 2018 at 3:56 pm


નરેન્દ્ર મોદી સરકારે વિશ્વાસના મત દરમિયાન અપેક્ષિત વિજય તો મેળવી લીધો છે અને આજથી સંસદની કાર્યવાહી ફરીથી શરૂ થઇ ગઈ છે પણ હવે સરકાર પાસે વિશ્વાસ જાળવી રાખવાનો પડકાર છે. બેશક, દેશની પ્રજા આજે પણ મોદી સરકારમાં વિશ્વાસ રાખે છે અને જુદા જુદા સર્વેમાં પણ 2019ની ચૂંટણીમાં તેમને જ જીત મળશે તેવું મને છે પરંતુ આ માટે સરકારે મહેનત પણ કરવી પડશે અને લોકોનો વિશ્વાસ ડગે નહિ તેવા પગલાં લેવા પડશે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર તમામ પાર્ટીઆે કંઇક ખાસ હેતુની સાથે લોકસભાની અંદર ચર્ચામાં ભાગ લીધો તો કેટલાંક લીધો જ નહી. બધાનું નિશાન સ્પષ્ટ હતું. આ ચર્ચા સામાન્ય ચૂંટણી પહેલાની એક રિહર્સલ મેચની જેમ માનવામાં આવી રહી હતી. એવામાં જો આખો દિવસ ચાલે ભાષણને જોઇએ તો તેના અનુરુપ જ તમામ પક્ષોએ સ્ટેન્ડ મૂકયું. કાેંગ્રેસની મંશા સ્પષ્ટ જોવા મળી હતી કે તે સાબિત કરવા માંગે છે કે વિપક્ષની સ્પેસને તેઆે લીડ કરી રહ્યાં હતા. બાકી વિપક્ષી દળોએ ભલે પૂરી એકતા દેખાડી, પરંતુ પૂરો સંકેત આપવાની કોશિષ કરી કે તેઆે પોતાના દમ પર સંસદની અંદર અને બહાર સ્ટેન્ડ રાખી રહ્યાં છે.

અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા બાદથી જ સ્પષ્ટ હતું કે વિપક્ષની પાસે જરુરી સંખ્યા નથી. હાર-જીતથી કયાંય વધુ આ અવિશ્વાસ પ્રસ્તાવથી 2019 માટે ભાવી રાજકીય તસવીરનો ડ્રાãટ દેખાડéાે. એઆઇડીએમકે સરકારની સાથે આવવા એનડીએ માટે સારા સંકેત તો છે પરંતુ બીજેડીએ વોકઆઉટ કરીને વિપક્ષમાં ખાસ કરીને કાેંગ્રેસના ઝાટકો આપ્યો છે કારણ કે બીજેપી અને કાેંગ્રેસ બંનેથી સમાન અંતર અપનાવ્યું. એઆઇએડીએમકેની સાથે આવતા સરકારના પક્ષમાં 325 વોટ પડéા, જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં માત્ર 126 વોટ જ મળ્યા. સહયોગી શિવસેના વોટિંગથી દૂર રહેવા સરકાર માટે ઝાટકો રહ્યાે ગણાય.

અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષી દળોએ વકતાઆેને સરકારને ઘેરવાની, કોસવામાં કોઇ કસર છોડી નહોતી પરંતુ પોતે પણ તેમના પરસ્પરના મતભેદ વ્યક્ત કર્યા. ખુદ અવિશ્વાસ પ્રસ્તાવ લાવનાર ટીડીપીએ સરકારની સાથો સાથ કાેંગ્રેસ પર પણ પ્રહારો કર્યા. એ સમજવું મુશ્કેલ હતું કે પાર્ટીએ કોની વિરુÙ વધુ પ્રહારો કર્યા છે.

ભાજપે આ અવસરનો ઉપયોગ લોકો સુધી પોતાની યોજનાઆે પહાેંચાડવા સિવાય કાેંગ્રેસ પર પ્રહારો કરવામાં કર્યો હતો. ભાજપે પહેલાં વકતા તરીકે મધ્યપ્રદેશમાં પાર્ટી અધ્યક્ષ રાકેશ સિંહને પસંદ કયા¯ જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને તેમણે પોતાના લાંબા ભાષણમાં શિવરાજ સરકારના પણ ખૂબ વખાણ કર્યા. મતલબ ભાજપે વકતાઆેને પસંદ કરવા પાછળ પણ રાજકારણ શોધ્યું હતું.

એકંદરે વિશ્વાસના માટે દરમિયાન વિપક્ષની રણનીતિને પછડાટ મળી હતી પરંતુ હવે સરકારની ફરજ બને છે કે, તે લોકોના વિશ્વાસ ઉપર ખરી ઉતરે અને લોકોના કલ્યાણ માટે વધુ પગલાં ભરે.

print

Comments

comments

VOTING POLL