હવે સારા અલીને બાગી-3માં લેવા માટે તૈયારી થઇ : રિપાેર્ટ

December 18, 2018 at 9:07 pm


અભિનેત્રી સારા અલી ખાન હાલના દિવસાેમાં કેદારનાથ અને સિમ્બા ફિલ્મને લઇને ભારે વ્યસ્ત છે. એકબાજુ કેદારનાથમાં તેની એિંક્ટગ કુશળતાની પ્રશંસા કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ સિમ્બા ફિલ્મની ચાહકો રાહ જોઇ રહ્યાા છે. આ ફિલ્મે પણ રજૂઆત પહેલા જ ચર્ચા જગાવી છે. સિમ્બાને લઇને ચાહકો આશાવાદી છે. દરમિયાન એવા હેવાલ આવ્યા છે કે સારા હવે બાગી-3 ફિલ્મમાં નજરે પડી શકે છે. સાજિદ નડિયાદવાળા ફિલ્મને લઇને આગળ વધી રહ્યાા છે. ફિલ્મ બાેક્સ આેફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. બાગી-2 ફિલ્મને ઉલ્લેખનીય સફળતા મળ્યા બાદ હવે બાગી-3 પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. સારા અલી ખાનની લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને હવે તેને લેવામાં આવે તેવી શક્યતા છે. જો કે સારા તરફથી હજુ તૈયારી દશાૅવવામાં આવી નથી. સારા પ્રાેજેક્ટના હિસ્સા તરીકે રહેશે કે કેમ તે અંગે હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી. તે પહેલા પણ કહી ચુકી છે કે તે મુખ્ય પ્રવાહની ફિલ્મોનાે હિસ્સાે બનવા માટે તૈયાર છે.જેથી એવી શક્યતા છે કે તે આ આેફરને સ્વીકારી લેશે. સેફ અલી આકન અને અમૃતા િંસહની પુત્રી સારા અલી બાેક્સ આેફિસ પર હાલમાં ભારે ચર્ચા જગાવી રહી છે. સારાની લોકપ્રિયતા હાલમાં વધી રહી છે. તેની ફેન ફોલોઇંગ વધી રહી છે. 28મી ડિસેમ્બરના દિવસે તેની સિમ્બા ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. જેમાં રણવીર િંસહ તેની સાથે રોલ કરી રહ્યાાે છે. પાેતાની પ્રથમ ફિલ્મ કેદારનાથના કારણે ચર્ચામાં આવેલી સારા પાેતાની સિમ્બા ફિલ્મને લઇને હાલમાં વ્યસ્ત છે. સારાએ હાલમાં ફિલ્મોમાં બાેલ્ડ સીન, કિિંસગ સીન અને બિકીની સીનને લઇને પાેતાની વાત રજૂ કરી હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે તેમના પરિવારમાં શ##352;મલા ટાગાેર, કરીના કપુર અને સાેહા અલી ખાને ફિલ્મની માંગ મુજબ ક્યારેય ફિલ્મમાં બાેલ્ડ સીન કરવા માટે ઇન્કાર કયોૅ નથી. તેનુ કહેવુ છે કે બાેલિવુડ ફિલ્મોમાં તે હાલમાં નવી છે પરંતુ નવી ફિલ્મોમાં તે પસંદગીના રોલ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે બાેલ્ડ સીનને લઇને જવાબ આપવાની સ્થિતીમાં તે હાલમાં નથી. બીજી બાજુ ચાહકો માની રહ્યાા છે કે જો પટકથામાં માંગ રહેશે તાે તે બાેલ્ડ સીન કરવામાં પણ ખચકાટ અનુભવ કરશે નહીં. સારા અલી ખાનની સિમ્બા 28મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મનુ નિદેૅશન રોહિત શેટ્ટી દ્વારા કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં સાેનુ સુદ, બ્રજેશ હિરજે અને પ્રકાશ રાજે ભૂમિકા અદા કરી છે.
ફિલ્મમાં આશુતાેષ રાણાએ પણ ઉપયોગી ભૂમિકા અદા કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, અજય દેવગનને પણ મહેમાન કલાકાર તરીકે રાખવામાં આવ્યા છે. સારા ફિલ્મને લઇને ભારે આશાવાદી બનેલી છે.

print

Comments

comments

VOTING POLL