હસીની ચેતવણી: કોહલી સાથે પંગો લેશો તો માથે પડશે

February 3, 2017 at 3:40 pm


ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ સ્ટાર માઈકલ હસીએ ટીમને વોર્નિંગ આપી છે કે તેઓ ભારત સામેની અપકમિંગ ટેસ્ટ સિરીઝ દરમિયાન વિરાટ કોહલીને ઉશ્કેરવાથી દૂર રહે. એટલું જ નહીં, હસીએ એમ પણ કહ્યું છે કે કોહલીને ઉશ્કેરવું ઓસ્ટ્રેલિયા માટે બૂમરેંગ સાબિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવી રહી છે, તે પહેલા હસીએ ઓસ્ટ્રેલિયન ટીમને આ વોર્નિંગ આપી છે.

કોહલીને રિયલ કોમ્પિટિટર તરીકે નવાજતા 41 વર્ષના હસીએ જણાવ્યું હતું કે, કોહલી જોડે જો જીભાજોડી કરી તો તે તેનો પોતાના બેટ દ્વારા જડબાંતોડ જવાબ આપશે, અને તેનો ફાયદો ટેસ્ટ સિરીઝમાં ભારતને જ થશે. હસીએ કહ્યું હતું કે, હું તેને ઉશ્કેરવાથી દૂર રહીશ. તે તેનો જડબાતોડ જવાબ આપે છે, અને એક સાચો કોમ્પિટિટર છે. તેને આ બધું પસંદ છે અને તેનો પોતાના બેટ દ્વારા જવાબ આપવાનું પણ.

હસીએ કહ્યું હતું કે, અમારી પાસે ચોક્કસ અને સ્પષ્ટ પ્લાન હોય તેમજ અમે તેને જ વળગેલા રહીએ તે હું નિશ્ચિત કરીશ. મને નથી લાગતું કે કોઈ જીભાજોડી કરી કોહલીને ઉશ્કેરવો જોઈએ, કારણકે તેમ કરવાથી તે વધુ તાકાત બતાવશે. હસીએ સ્ટીવ સ્મીથની ટીમને સ્લેજિંગને બદલે પોતાની સ્કીલ અને ગેમ પરના ફોકસ પર વધુ ધ્યાન રાખવા કહ્યું હતું તેણે જણાવ્યું હતું કે, ટીમને વધારે પડતી વાતો કરીને જે મહત્વનું છે તેના પરથી પોતાનું ધ્યાન હટાવવાની કોઈ જરૂર નથી.

print

Comments

comments

VOTING POLL