હાદિર્કના ઉપવાસમાં જોડાવા જામનગર જિલ્લામાંથી 1500 જેટલા પાટીદારો બિલ્લી પગે પહાેંચ્યા

August 25, 2018 at 12:15 pm


આજથી અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કતાર્હતાર્ અને સમાહતાર્ હાદિર્ક પટેલ ઉપવાસ આંદોલન શરૂ કરશે જેમાં રાજયભરમાંથી પાસના કન્વીનરો હાજર રહેવાના છે અને આ અનશનમાં જોડાવવા માટે જામનગર જિલ્લામાંથી અંદાજે 1500 જેટલા પાટીદારો અમદાવાદ પહાેંચી ગયા છે, સૌથી વધુ ધ્રાેલ તાલુકામાંથી લોકો પહાેંચ્યા છે, બીજી બાજુ અનશન સ્થળે પહાેંચતા અટકાવવા માટે પોલીસ દ્વારા જામનગર-અમદાવાદ હાઇવે પર વાહનો ચેક કરીને અટકાયતો પણ કરવામાં આવી રહી છે, સવારે 10

કલાકે હાદિર્ક પટેલ દ્વારા પાસના કન્વીનરોની એક બેઠક યોજવામાં આવી હતી જેની તસ્વીરો આ અહેવાલની સાથે આપવામાં આવી છે અને તેમાં જામનગરના પાસના કન્વીનરો તથા પાટીદારો પણ ઉપસ્થિત હતાં.

અગાઉથી જ ભારે ચર્ચામાં આવી ગયેલ હાદિર્ક પટેલના ઉપવાસને લઇને સરકાર અને પોલીસ પણ હરકતમાં આવી ગયા છે, જામનગર શહેરમાં ગઇકાલથી જ પાસના કન્વીનરો અને કાર્યકરો ઉપર વોચ રાખવામાં આવી રહી હતી, જો મોટા જથ્થામાં પાસના કાર્યકરો દેખાય તો પોલીસ પગલા લેશે એવી ભિતીના કારણે રણનિતી બદલીને તમામે અમદાવાદ પહાેંચવાનું નકકી કર્યુ હતું.

જામનગરના પાસના કન્વીનર વસંતભાઇ કાનાણી (ફૌજી)એ આજે સવારે 10 કલાકે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાંથી અંદાજે 200 થી 250 જેટલા પાસના કાર્યકરો અમદાવાદ જવા રવાના થયા છે, હાલમાં અમદાવાદમાં 144મી કલમ લગાડી દેવામાં આવી હોવાથી મોટા જથ્થાના બદલે બે-બે ત્રણ-ત્રણ લોકોએ જુદા-જુદા પરીવહન મારફત પહાેંચવાનું નકકી કર્યુ હતું તે અનુસાર ગઇકાલ બપોરથી ટ્રાવેલ્સ, ટ્રેન અને ખાનગી વાહનો મારફત અલગ-અલગ રીતે અમદાવાદ ખાતે પહાેંચ્યા છે.

એમણે કહ્યું હતું કે, સૌથી વધુ ધ્રાેલ તાલુકામાંથી 450 થી 500 જેટલા પાસના કાર્યકરો અમદાવાદ ખાતે પહાેંચવા રવાના થયા છે, ધ્રાેલના કન્વીનર તેજસભાઇ સાપોવડીયાની આગેવાની નીચે અનશન સ્થળે પહાેંચવાની રણનિતી બનાવવામાં આવી હતી, જે અનુસાર ત્éાંથી છુટી-છુટી રીતે અને કેટલાક લોકો બસ લઇને રવાના થયા છે.

આજ બપોરે 3 કલાકે હાદિર્ક પટેલ પોતાના મુદાઆેને લઇને ઉપવાસની શરૂઆત કરશે, જેમાં સમર્થન આપવા માટે પાસના કન્વીનરો અને કાર્યકરો અમદાવાદ પહાેંચ્યા છે, તેઆે કયાં સુધી રોકાશે અને આગળની રણનિતી શું છે તે હાલની તકે એમણે કહેવાનો ઇન્કાર કર્યો હતો. સવારે 10 કલાકે જેટલા પાસના કન્વીનરો પહાેંચ્યા હતાં એ તમામ સાથે ગાર્ડનમાં બેસીને હાદિર્ક પટેલે એક બેઠક યોજી હતી અને તેમાં જુદા-જુદા સ્થળેથી આવી રહેલા પાસના કાર્યકરોને અટકાવવા માટે શું-શું પગલા લેવાઇ રહ્યા છે તેની ચર્ચાઆે થઇ હતી.

જામજોધપુરમાં પાસના કન્વીનરની અટકાયત કરતી પોલીસ

અમદાવાદ ખાતે આજથી શરૂ થઇ રહેલા હાદિર્ક પટેલના ઉપવાસ આંદોલનમાં સમર્થન આપવા જઇ રહેલા જામજોધપુરના પાસના કન્વીનર પ્રવિણ ખાંટની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને એમની સાથે પાસના કેટલાક કાર્યકરોને પણ નજર કેદ રાખવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL