હાદિર્કના સમર્થનમાં આજે જામજોધપુરમાં જડબેસલાક બંધઃ નવની અટક

September 8, 2018 at 1:35 pm


ખેડૂતોની દેવા માફી અને પાસના કન્વીનરની જેલમુકિત સહિતના મુદે છેલ્લા 15 દિવસથી ઉપવાસ પર ઉતરેલા અનામત આંદોલન સમિતિના હાદિર્ક પટેલની તબીયત કાલે વધુ લથડતા પ્રથમ સિવીલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે, બીજી બાજુ હાદિર્કની તબીયતના કારણે પાસના વર્ચસ્વવાળા વિસ્તારોમાં વિરોધનો સુર ઉઠતો દેખાય છે, ગઇકાલે લાલપુર અને જામવાડીમાં બંધ પાડવામાં આવ્યા બાદ આજે પાસના પ્રભુત્વવાળા એવા જામજોધપુરમાં સંડ બંધ પાડવામાં આવ્યો છે, આટલું જ નહી આજના બંધના કારણે શાળા-કોલેજોમાં પણ રજા આપી દેવામાં આવી હતી. ગઇકાલે ઉત્તેજના સાથે આખો દિવસ પસાર થયો હતો, બપોર બાદ પરિસ્થિતિમાં બદલાવ આવ્યો હતો, ખોડલધામ ફેમ નરેશ પટેલે હાદિર્કની મુલાકાત લીધા બાદ નાદુરસ્ત તબીયતને કારણે હાદિર્ક પટેલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્éાે હતો, પાસના અન્ય કન્વીનરોએ સરકાર વિરૂધ્ધ ઉશ્કેરીજનક ઉચ્ચારો મીડીયા સમક્ષ કર્યા હતાં જેને લઇને પાસના પ્રભુત્વવાળા વિસ્તારોમાં પાટીદારોની અંદર રોષ ઉઠતો દેખાયો હતો, ગઇકાલે લાલપુર અને જામવાડીમાં હાદિર્કના સમર્થનમાં સંડ બંધ પાડવામાં આવ્યો હતો અને આજે જામજોધપુર બંધની ઘોષણા કરવામાં આવી હતી.

બંધના અનુસંધાને આજ સવારથી જ જામજોધપુરના તમામ મુખ્ય વેપારી વિસ્તારોમાં સંડ બંધ જોવા મળ્યું છે, કોઇ દુકાનોના શટર ખુલ્યા નથી અને બંધના એલાનને કારણે શાળા-કોલેજોમાં પણ રજા પાડી દેવામાં આવી છે, બપોરે 3 થી 7 વાગ્éા સુધી કડવા પાટીદાર સમાજ ખાતે હાદિર્ક પટેલના સ્વાસ્થ્યને લઇને રામધૂનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. અત્રે નાેંધનીય છે કે, જામજોધપુર વિસ્તારમાં કડવા પાટીદાર સમાજના લોકોની મોટી સંખ્યા છે, હાદિર્ક પટેલ પોતે પણ કડવા પાટીદાર સમાજમાંથી છે જો કે હાદિર્ક પટેલ તો સમગ્ર પાટીદાર સમાજ માટે અનામતની માંગણી કરી છે, હાલમાં જે ઉપવાસ ચાલી રહ્યા છે તેમાં હાદિર્ક પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતોના દેવા માફી, અલ્પેશ કથીરીયાની જેલ મુકિતની માંગણીઆે કરે છે જેને હજુ સુધી સરકાર તરફથી કોઇ મચક આપવામાં આવી નથી, બીજી બાજુ અનશનના દિવસો જેમ આગળ વધી રહ્યા છે તેમ પાસના પ્રભુત્વવાળા વિસ્તારોમાં પાટીદારોમાં ધીમે-ધીમે ઉત્તેજના વધી રહી છે તેવું દેખાય છે.

print

Comments

comments

VOTING POLL