હાદિર્કને આંદોલનની શા માટે મંજૂરી નથી આપતાઃ કાેંગ્રેસના 11 ધારાસભ્યોની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

August 21, 2018 at 3:57 pm


હાદિર્કને શા માટે આંદોલનની મંજુરી આપવામાં આવતી નથી તેવો સવાલ કાેંગ્રેસના 11 ધારાસભ્યોએ ઉઠાવ્યો છે.

અને આ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. કાેંગ્રેસના ધારાસભ્યો લલીત વસોયા, લલીત કગથરા, પ્રતાપ દુધાત, ધવલસિંહ ઝાલા, ભીખાભાઇ જોષી, ચિરાગ કાલરીયા, વિરજી ઠુંમર, ઋતવિક મકવાણ, જાવેદ પીરઝાદા, ગ્યાસુદિન શેખ અને ઇમરાન ખેડાએ જણાવ્યું હતું કે આંદોલન ઉપર અઢારેય વરણનો અધિકારી છે, પરંતુ છેલ્લા 22 વર્ષમાં તમામ મોરચે નિષ્ફળ નિવડેલ સરકારની સંવેદનહીનતાના કારણે સમસ્યાએ વધી રહી છે.

રાજયમાં શિક્ષણનું ખાનગીકરણ અને વ્યાપારીકરણ, આરોગ્ય સેવાની કથળેલી હાલત, દેવાના બોજ નીચે દબાયેલા ખેડૂતોની કૃષી ઉપરજને પોષણક્ષમ ભાવનો અભાવ તેમ જ આર્થિક અંધાધુંધીના કારતે વધતી બેરોજગારીમાં ખસાતું યુવાધન છેલ્લાં કેટલાક વર્ષથી અધિકારોના રક્ષણ માટે અવાજ ઉઠાવીને અહીસાના માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. યુવાનોના ઉકળાટને અવાજ આપનાર આંદોલનના નેતા હાદિર્ક પટેલ સહિતના ઉપર સરકારી મશીનરીનો અત્યાચાર કરી સરકાર શું છુપાવવા માગે છે ં તેવો વેધક સવાલ હવે સમાન્ય માણસ પુછી રહ્યાે છે.

લોકશાહીમાં આંદોલન કરવાનો અધિકાર સૌ નાગરીકોનો છે, લોકશાહીમાં નાગરીકોના પ્રશ્નો અને હકકો માટે કોઇ વ્યિક્ત ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ-આંદોલન કરે ત્યારે રાજ્ય સરકાર દ્વારા યેનકેન પ્રકારે તે આંદોલનને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યા છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે હાદિર્ક પટેલે આમરણાંત ઉપવાસની મંજુરી માગી તે આપવામાં ન આવી. 25 આેગસ્ટથી આમરણાંત ઉપાવાસ કરવાની પરવાનગી માગવામાં આવી છે તે આપવામાં આવેલ નથી અને કોઇના કોઇ બહાના હેઠળ આંદોલનને દબાવવાના પ્રયાસો સરકાર અને પોલીસ દ્વારા થઇ રહ્યા છે. હાદિર્ક પટેલે સમાજના, યુવાનો અને ખેડૂતોના પ્રશ્નો બાબતે 25 આેગસ્ટ 2018થી આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની મંજુરી અને જગ્યા ફાળવવા રજુઆતો/માગણીઆે કરી છે તે મુજબ તેઆેને આમરણાંત ઉપવાસ કરવા માટે મંજુરી આપવા અને જગ્યા ફાળવવા માટે અમારી ભલામણ સહ વિનંતી છે.

print

Comments

comments

VOTING POLL