હાદિર્કને પારણા કરાવવા પાટીદાર સંસ્થાઆે-કાેંગી ધારાસભ્યોની કવાયત
પાટીદાર અનામત, ખેડૂતોની દેવામાફી સહિતની માગણીઆે સાથે છેલ્લા 18 દિવસથી અનશન પર ઉતરેલા હાદિર્ક પટેલને પારણા કરાવવા પાટીદાર સંસ્થાઆે અને કાેંગી ધારાસભ્યોએ કવાયત શરૂ કરી છે. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના પ્રયાસો છતાં હાદિર્ક પારણા કરવા ટસનો મસ ન થતાં હવે પાટીદાર સંસ્થા અને કાેંગ્રેસના અનેક ધારાસભ્યો હાદિર્કને મનાવવા માટે તેના ગ્રીનહાઉસ રિસોર્ટ પર દોડી ગયા છે.
આજે સવારે કાેંગી ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, આશા પટેલ સહિતના ધારાસભ્યો ઉપરાંત પાટીદાર સંસ્થાના આગેવાનો હાદિર્કની મુલાકાત લેવા પહાેંચ્યા હતાં અને અનશનનો અંત લાવવા મનાવ્યો હતો. જો કે હાદિર્કે આ લોકોની અપીલનો સ્વીકાર કર્યો કે કેમ તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.
ઉલ્લેખનીય છે કે અનશનના 15મા દિવસે હાદિર્કની તબિયત બગડતાં તેને પ્રથમ અમદાવાદની સોલા સિવિલ અને ત્યારબાદ એસપીજીની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાંથી રજા મળ્યા બાદ તે ફરી પોતાના ગ્રીનહાઉસ રિપોર્ટ પર અનશન પર ઉતરી ગયો છે.