હાદિર્ક પંડ્યા અને લોકેશ રાહુલ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો

January 25, 2019 at 11:23 am


ભારતીય ક્રિકેટર હાદિર્ક પંડ્યા અને લોકેશ રાહુલ પર મુકવામાં આવેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લેવામાં આવ્યો છે. વહીવટી સમિતિએ તાત્કાલિક અસરથી તેમના પ્રતિબંધને હટાવી લીધો છે. આ પ્રતિબંધ હટી જતાં હાદિર્ક પંડયા ન્યુઝીલેન્ડ જવા રવાના થઈ ગયો છે. જ્યારે લોકેશન ઈન્ડીયા-એની ટીમ સાથે જોડાઈ ગયો છે.

નાેંધનીય છે કે એક ટીવી શોમાં મહિલાઆે વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરવા બદલ બંને ખેલાડીઆે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને આેસ્ટ્રેલિયા પ્રવાસમાંથી તેમને બહાર કરી દેવામાં આવ્યા હતા.

નવા એમિકસ ક્યુરી પી.એસ નરસિમ્હાની સલાહ લીધા બાદ વહીવટી સમિતિએ હાદિર્ક અને રાહુલનો પ્રતિબંધ હટાવી લીધો છે. બંને ખેલાડીઆે સામે તપાસ જારી છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ માટે લોકપાલની નિમણુંક કરવાની બાકી છે. સુપ્રીમ કોર્ટ પાંચમી ફેબ્રુઆરીએ આ કેસની સુનાવણી હાથ ધરે તેવી સંભાવના છે.

બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ મુદ્દે એમિકસ ક્યુરી પી.એસ નરસિમ્હા સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે 11 જાન્યુઆરીએ ખેલાડીઆે પર મુકવામાં આવેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યો છે. હાદિર્ક અને રાહુલને લઈને વહીવટી સમિતિના વડા વિનોદ રાય અને તેમના સાથી ડાયના એડલજી વચ્ચે મતભેદો છે. એડલજીનું કહેવું છે કે આ મામલાની તપાસમાં બીસીસીઆઈના અધિકારીઆે સામેલ કરવા જોઈએ જ્યારે વિનોદ રાયનું કહેવું છે કે આનાથી બોર્ડના બંધારણનો ભંગ થઈ શકે છે.

નાેંધનીય છે કે બંને ખેલાડીઆે પરના પ્રતિબંધને હટાવી લેવાની સૌ પ્રથમ વાત બીસીસીઆઈના કાર્યકારી પ્રમુખ સીકે ખન્નાએ કહી હતી. તેઆે ઈચ્છતા હતા કે બંને ખેલાડીઆે પરનો પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ. હાદિર્ક અને રાહુલએ ટીવી શો કોફી વિથ કરણમાં ભાગ લીધો હતો અને તેમાં તેમણે મહિલાઆે વિરુદ્ધ અભદ્ર ટીપ્પણીઆે કરી હતી જેના કારણે મોટો વિવાદ થયો હતો.

print

Comments

comments

VOTING POLL