હાદિર્ક પટેલે અંતે એસપી સ્વામીના હસ્તે જળ ગ્રહણ કર્યું

September 1, 2018 at 11:51 am


પાટીદાર અનામત અને ખેડૂતોની દેવામાફીને લઈને ઉપવાસ પર ઉતરેલા ‘પાસ’ના કન્વીનર હાદિર્ક પટેલે આજે ઉપવાસના આઠમા દિવસે અંતે એસપી સ્વામીના હસ્તે જળ ગ્રહણ કર્યું હતું.

જો કે જ્યાં સુધી માગણીઆે ન સંતોષાય ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખવા મક્કમ હોય સ્વામીના હસ્તે માત્ર પાણીનું જ ગ્રહણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ડોક્ટરોએ પાણીનો ત્યાગ કરી દેવાથી હાદિર્કની કીડની ફેઈલ થઈ જવાની આશંકા વ્યક્ત કરી હોય ગઈકાલથી એસપી સ્વામી તેમને સમજાવવા માટે પહાેંચ્યા હતાં અને આખો દિવસ ત્યાં રોકાણ કરી પાણીનો ગ્રહણ કરવા આગ્રહ કર્યો હતો પરંતુ હાદિર્કે તે આગ્રહ સ્વીકાર્યો નહોતો.

જ્યારે આજે બીજા દિવસે પણ સ્વામી તેમને મળવા માટે પહાેંચી પાણી પી લેવા કહ્યું હતું. અંતે હાદિર્કે તેનો સ્વીકાર કરતાં પાણી લીધું હતું.

આ પછી એસપી સ્વામીએ કહ્યું કે મારી સમજાવટ પછી હાદિર્કે જળગ્રહણ કર્યું છે પરંતુ તે માગણીઆે ન સંતોષાય ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખવા મક્કમ છે.

print

Comments

comments

VOTING POLL