હાર્દિકના સમર્થનમાં રાજ્યભરમાં ઠેર-ઠેર ઉપવાસ આંદોલન શરૂ: આજે ઉપવાસનો સાતમો દિવસ

August 31, 2018 at 11:18 am


પાટીદાર અનામતની માંગણી સાથે તથા રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવાની જોરદાર માંગણી સાથે છેલ્લા સાત દિવસથી ઉપવાસ પર બેઠેલા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની તબિયત ઉતરોતર કથળતી જાય છે જેના કારણે રાજ્ય સરકાર સહિત સમગ્ર પાટીદાર સમાજમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે પાટીદાર યુવાનોમાં આ અંગે હવે ધીરે ધીરે આક્રોશ ફેલાઈ રહ્યો છે હાર્દિક પટેલ તેમના અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા નિવાસસ્થાને આમરણાંત ઉપવાસ પર ઉતયર્િ છે અને તેમણે અન્ન ની સાથે ગઈકાલથી જળનો પણ ત્યાગ કરતા સ્થિતિ વધુ વધુ ચિંતાજનક બની છે હાર્દિક પટેલના સમર્થનમાં ધીરે-ધીરે સમગ્ર પાટીદાર સમાજ બહાર આવી રહ્યો છે અને રાજ્યના ru જુદાજુદા જિલ્લા અને તાલુકાઓમાં પણ પ્રતીક ઉપવાસ ના કાર્યક્રમો શરૂ થયા છે જે આખરે ઉગ્ર આંદોલનમાં પરિવર્તે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ ને હજુ પણ હળવાશથી લેવામાં આવી રહ્યું હોવાથી રાજ્યભરના પાટીદાર તથા અને સમાજમાં પણ તેના ઉગ્ર પ્રત્યાઘાતો ફરી રહ્યા છે અને સરકાર આગ સાથે રમી રહી છે તેવા પણ સરકાર વિરુદ્ધ આક્ષેપો થઈ રહ્યા છે હાર્દિક પટેલના ઉપવાસને અનુમોદન આપવા તેમના નિવાસસ્થાન સુધી જવા નો પ્રયાસ કરતા અનેક લોકો ની અટકાયત કરવામાં આવી છે અને હાર્દિક પટેલના નિવાસસ્થાન ની આસપાસના વિસ્તારમાં પણ 144મી કલમ લાગુ કરી દઈ તેનો ચૂસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે પાટીદાર યુવાનો દ્વારા હાર્દિક પટેલને મળવા નહીં દેવાતા ઉગ્ર આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે અને આ આંદોલન હવે ધીરે ધીરે સરકાર સામેની સીધી અથડામણમાં ફેરવાઈ જશે તેવા સંકેતો પણ મળી રહ્યા છે જોકે બીજી તરફ રાજ્ય સરકારે પણ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ અને દિનપ્રતિદિન તેની લથડતી જતી તબિયત ને કારણે રાજ્યમાં અશાંતિ ન સર્જાય તે માટે કેવી વ્યૂહરચના અપ્નાવી તેની ઉપર પણ ગંભીર વિચારણા શરૂ કરી છે એટલું જ નહીં પરંતુ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસની રજેરજ માહિતી થી ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તથા સી.એમ.ઓ ને વાકેફ કરવામાં પણ આવી રહ્યા હોવાનું જાણવા મળે છે

print

Comments

comments

VOTING POLL