હાર્દિક પંડયા ફિક્સિગં માફિયાઓનો નિશાન બની શકે છે: અનિરુદ્ધ ચૌધરી

January 11, 2019 at 11:16 am


બીસીસીઆઈના કોષાધ્યક્ષ અનિરુÙ ચૌધરીના જણાવ્યા અનુસાર હાદિર્ક પંડયાના બફાટને કારણે તે મેચ ફિક્સિ»ગ માફિયાનો નિશાનો બની શકે છે જે ‘મોહપાશ’માં ફસાવવા માટે જાણીતા હોય છે. પંડયાઅને તેના સાથી ખેલાડી કે.એલ.રાહુલના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઆે પર વિવાદાસ્પદ ટીપ્પણી માટે પ્રતિબંધ તોળાઈ રહ્યાે છે.
ચૌધરીએ સીઆેએના સભ્ય ડાયના એડુલજીને મોકલેલા ઈ-મેઈલમાં લખ્યું છે કે આ પ્રકારની ટીપ્પણીઆેની વ્યાપક અસર પડી શકે છે. વિશ્વભરમાં મેચ ફિક્સિ»ગમાં સામેલ સંગઠિત માફિયા આવા ખેલાડીઆેને નિશાન બનાવી શકે છે.
તેમણે કહ્યું કે આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી પહેલી ચેતવણી ખેલાડીઆેને ‘મોહપાશ’ જેવી સ્થિતિથી બચવા માટે આપે છે અને કાર્યક્રમમાં કરવામાં આવેલી ટીપ્પણીઆે પરથી લાગી રહ્યું છે કે આ ખેલાડીઆે તેમાં સરળતાથી ફસાઈ શકે છે. દરમિયાન સીઆે પ્રમુખ વિનોદ રાયે ભારતીય ક્રિકેટ હાદિર્ક પંડયા અને લોકેશ રાહુલ પર ટીવી શો દરમિયાન મહિલાઆે પર વિવાદાસ્પદ ટીપ્પણી માટે 2 વન-ડે મેચમાં રમવા પર પ્રતિબંધની ભલામણ કરી છે.
સમિતિના સભ્ય અને પૂર્વ મહિલા ક્રિકેટર ડાયના એડુલજીએ આ મામલો બીસીસીઆઈ પાસે મોકલ્યો છે. પંડયાની ટીપ્પણીને મહિલા વિરોધી અને ‘સેક્સિસ્ટ’ કરાર અપાયો છે અને તેની ટીકાઆે થવા લાગી જેના કારણે સીઆેએ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL