હાર્દિક પટેલને સિલિકોન વેલીની મુલાકાત લેવા ઝુકરબર્ગે આમંત્રણ આપ્યાની ચર્ચા

December 7, 2017 at 4:23 pm


સુરતમાં હાર્દિક પટેલના રોડ શો અને જાહેરસભા બાદ તે વૈશ્ર્વિક હિરો બની ગયો છે. હાર્દિકની સુરતની સભા ફેસબુક ઉપર 37 હજાર લોકોએ જોઈ હતી. હાર્દિકના એ રેકોર્ડને કારણે ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે હાર્દિકને સિલિકોન વેલી આવવા આમંત્રણ આપ્યું છે. ગુજરાતના ચુંટણીમાં અનેક નેતાઓ પોતાની સભા ફેસબુક લાઈવ કરે છે. પણ હાર્દિકે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાસ હાર્દિક હજી સક્રિય રાજકારણનો હિસ્સો પણ નથી ત્યારે તેની સિધ્ધીની ફેસબુક દ્વારા નોંધ લેવામાં આવી છે.
એક તરફ અખબારો અને ટીવી ચેનલોમાં હાર્દિક પટેલની સભાનું કવરેજ થાય નહીં તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પણ હાર્દિક ફેસબુક અને સોશિયલ મિડીયા મારફતે લોકો સુધી પહોંચવામાં બધા કરતા આગળ નીકળી ગયો છે. તા.27 નવેમ્બરના રોજ હાર્દિકે ફેસબુક દ્વારા લોકો સાથે સંવાદ કરતા છ લાખ લાઈક મળી હતી અને 30 હજાર લોકોએ કોમેન્ટ કરી હતી. જ્યારે પાંચ હજાર લોકોએ તેની પોસ્ટ શેર કરી હતી. હાર્દિકના પેઈજ લાઈક આઠ લાખ છે. જ્યારે સવા આઠ લાખ લોકો તેને ફોલો કરે છે. જયારે સામે ભાજપ્ને 25 લાખ લાઈફ અને 25 લાખ લોકો ફોલો કરતા હોવા છતાં હાર્દિકની સુરતની સભાએ બધાને હરાવી દીધા છે. હાર્દિકની છેલ્લી દસ સભાના 40 લાખ લાઈક મેળવ્યા છે.

print

Comments

comments

VOTING POLL