હાર્દિક પટેલનો બીજો વીડિયો જાહેર: ખળભળાટ

November 14, 2017 at 11:47 am


પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની કથિત સેક્સસીડીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે ત્યારે આજે ફરી પાછો હાર્દિકનો અન્ય એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગઈકાલે એક યુવતી સાથે કથિત હાર્દિકનો વીડિયો વાયરલ થયા બાદ આજે હાર્દિક અને તેના મિત્રો તથા અન્ય એક યુવતી સાથેનો વીડિયો સામે આવ્યો છે.
ગઈકાલે જે વીડિયો જાહેર થયો હતો તે તા.16-5-2017નો હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે આજે જાહેર થયેલો નવો વીડિયો તા.22-5-2017નો બતાવવામાં આવી રહ્યો છે. ગઈકાલના વીડિયોમાં હાર્દિક પટેલ અને એક યુવતી જોવા મળ્યા હતા જ્યારે આજે જાહેર થયેલા વીડિયોમાં હાર્દિક પટેલ સાથે અન્ય બે શખસો ઉપરાંત એક યુવતી જોવા મળી છે. આ વીડિયોમાં હાર્દિક પટેલ અને તેની સાથે રહેલા શખસોએ મુંડન કરાવેલું પણ જોવા મળી રહ્યું છે.

જો કે આ વીડિયો હાર્દિક પટેલનો જ છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી પરંતુ એક વાત તો નિશ્ર્ચિત છે કે સતત બે દિવસથી હાર્દિકના વીડિયો જાહેર થતાં રાજકારણમાં જબરો ગરમાવો આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે આ વીડિયોને ફેક ગણાવતાં કહ્યું હતું કે હજુ આગામી સમયમાં મારી કેટલીક સીડીઓ પણ સામે આવશે. તેણે પોતાના બે મિત્રો સાથેનો વીડિયો વાયરલ થશે તેવી આગાહી કરી હતી અને આજે આ વીડિયો જાહેર પણ થઈ ગયો છે.

print

Comments

comments

VOTING POLL