હાલમાં કોઇની સાથે પ્રેમમાં હોવાનો જેક્લીનનો ઇન્કાર

July 10, 2018 at 7:30 pm


ખુબસુરત જેક્લીને ખુલાસાે કરતા કહ્યાુ છે કે તે હાલમાં બિલકુલ એકલી છે. કોઇના પણ પ્રેમમાં નથી. હાલમાં તેના સિદ્ધાર્થ મલહોત્રા અને તે પહેલા અજુૅન કપુર સાથે સંબંધને લઇને ચર્ચા છેડાઇ હતી. જેક્લીને બાેલિવુડ સ્ટાર અજુૅન કપુર અને સિદ્ધાર્થની સાથે પ્રેમમાં હોવાના હેવાલને રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે તેસિંગલ હોવાની હાલમાં મજા માણી રહી છે. જેક્લીન હાલમાં સલમાન ખાનની મોટી ફિલ્મ રેસ-3 ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બાેક્સ આેફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. આ ગ્લેમરથી ભરપુર ફિલ્મમાં તેની સાથે ડેઝી શાહ, બાેબી દેઆેલ પણ હતા. અનિલ કપુરની પણ ભૂમિકા હતી. પ્રેમ પ્રકરણ મામલે જેક્લીને ખુલાસાે કરતાની સાથે જ આ અંગે ચાલી રહેલી અટકળોનાે અંત આવી ગયો છે. અજૂૅન કપુર સાથે સંબંધ અંગે પુછવામાં આવતા જેક્લીને આ મુજબની વાત કરી હતી. જેકલીન હાલમાં ટોપ સ્ટાર અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. તેની તમામ ફિલ્મો સારી કમાણી કરી રહી છે. રેસ-3 પહેલા ડેવિડ ધવનની જુડવા-2 ફિલ્મ પણ તેની સુપર હિટ સાબિત થઇ હતી. જેમાં વરૂણ ધવનની સાથે તેની ભૂમિકા હતી. જેકલીને કહ્યાુ છે કે એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડના ગાેસિÃસ વર્લ્ડ સાથે ખુબ જુના સંબંધ રહ્યાા છે. જેક્લીને કહ્યાુ છે કે તે સિંગલ છે. તેનુ કહેવુ છે કે ક્યારે પણ કોઇનુ નામ કોઇની સાથે જોડી દેવામાં આવે છે. જ્યારે કેટલીક વખત તાે સંબંધ ન હોવા છતાં બ્રેક અપની સ્થિતી દશાૅવી દેવામાં આવે છે. જો કે જેક્લીને કબુલાત કરી છે કે તેની અને અજૂૅન કપુર વચ્ચે સારી મિત્રતા છે. જ્યારે પણ અમારા અંગે કોઇ સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે છે ત્યારે અમે બન્ને એન્જોય કરીએ છીએ. અમે બન્ને આવા અહેવાલને લઇને ખુશ થઇએ છીએ. સાેનમ કપુર અને જેક્લીન વચ્ચે ખુબ સારી મિત્રતા છે. આવી સ્થિતીમાં થોડાક સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે સાેનમ કપુરે જ પાેતાના ભાઇ અજૂૅન કપુરની આેળખ જેક્લીન સાથે કરાવી હતી.

print

Comments

comments

VOTING POLL